બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sun mars and ketu in libra will create cruel trigraha yoga inauspicious for five zodiac signs

ત્રિગ્રહી યોગ / ચેતજો! આ 5 રાશિના જાતકોનો સમય ચાલી રહ્યો છે ભારે, ડગલે ને પગલે રાખવી પડશે સાવચેતી: સૂર્ય, મંગળ અને કેતુ એક જ રાશિમાં થયા છે ભેગા

Manisha Jogi

Last Updated: 09:18 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે. કેતુ અને મંગળ પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન છે, તેથી તુલા રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

  • સૂર્યનું તુલા રાશિમાં ગોચર
  • કેતુ અને મંગળ પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન
  • આ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું

ત્રિગ્રહી યોગના કારણે આવનારા પાંચ દિવસોમાં આ રાશિના જાતકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ કારણોસર આ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી. સૂર્ય તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે. કેતુ અને મંગળ પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન છે, તેથી તુલા રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ત્રણ ગ્રહને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. 

મેષ- નોકરિયાત વ્યક્તિઓએ સાવધાન રહેવું અને વિવાદમાં ના પડવું. પરિવારજનો સાથે કોઈ બાબતે વિવાદ થઈ શકે છે, જેના કારણે માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ધનની લેવડ દેવડ ના કરવી, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વિદ્યાર્થીઓનું વાંચવામાં મન નહીં લાગે. 

વૃષભ- કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહું, નહીંતર કાયદાકીય મામલાઓમાં ફસાઈ શકો છો. વૈવાહિક જીવનમાં પાર્ટનર સાથે રકઝક ના કરવી, નહીંતર માહોલ ખરાબ થઈ શકે છે. ઘરના કોઈ સભ્યના આરોગ્ય બાબતે ભાગદોડ કરવી પડી શકે છે. નાણાંકીય હાનિનો યોગ હોવાથી નવા બિઝનેસની શરૂઆત ના કરવી. 

કન્યા- નોકરિયાત વ્યક્તિઓએ સાવધાન રહેવું, નહીંતરમાં ઓફિસમાં બોલાચાલી થઈ શકે છે. જે પણ કાર્ય કરશો, તેનું પરિણામ મોડા મળશે. વેપારીઓએ યાત્રા ના કરવી નહીંતર ચોરી થવાનું જોખમ છે. આ દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. 

વૃશ્વિક- શબ્દો પર કાબૂ રાખો, નહીંતર નુકસાન થઈ શકે છે. કાયદાકીય કેસમાં હારનો સામનો કરવો પડી શકે છે. પરિવાર અને બાળકોના વ્યવહારને કારણે પરેશાન થઈ શકો છો. 

મકર- ખાન પાન પર ખાસ ધ્યાન આપવું. જેના કારણે તમારી છબી ખરડાય તેવું કોઈપણ કામ ના કરવું. જરૂરી કાર્ય અટકી શકે છે. વાહન ચલાવતા સમયે ખાસ સાવધાની રાખવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ