ઉનાળાની ગરમીમાં બધાની અને છોકરીઓની સૌથી મોટી સમસ્યા હોય છે પોતાની ત્વચા ખરાબ થવાની મોટાભાગે બધી છોકરીઓ ઇચ્છે છે કે તે ખૂબ જ સુંદર લાગે, પરંતુ ચહેરાની યોગ્ય દેખભાળ ન થવાને કારણે ચહેરાની ચમક ગુમ થઇ જાય છે અને ચહેરો મુરજાઇ જાય છે.
આજે અમે તમને જણાવશું કે, આ કાળઝાળ ગરમીમાં તમે તમારા ચહેની સુંદરતા કેવી રીતે જાળવી રાખશો. જો તમે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો તો ચહેરાની ચમક જાળવી શકો છો.
તમારા ચહેરાની ચમક જાળવી રાખવા માટે જ્યારે પણ તમે તડકામાં બહાર જઇએ ત્યારે ચહેરા પર સનસ્ક્રીન ક્રીમ લગાવવાનું ચૂકશો નહીં અને બહારથી આવ્યા બાદ પોતાના ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો.
આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા પોતાના ચહેરાને કોઇ મુલાયમ કપડાથી સારી રીતે સાફ કરો અને લગભગ પાંચ મિનિટ સુધી ચહેરા પર બરફથી માલિશ કરો. રાત્રે સૂતા પહેલા ચહેરાના મેકઅપને ક્લીન્ઝરથી સાફ કરો, જો ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા છે તો તેના માટે એન્ટીબેક્ટેરિયલ ક્લીન્ઝર અથવા મુલ્તાની માટીનો ઉપયોગ કરો. આવુ કરવાથી તમારે ચહેરો ચમકતો રહેશે.
આ ઉપરાંત ચહેરા પર વેસેલિન અને હેર ઓઇલ લગાવવાનું હમેશા ટાળો. કારણ કે, તે લગાવવાથી ધૂળના કણો ઝડપથી તેની તરફ આકર્ષાય છે. જેના કારણે ચામડીના છિદ્રો બંધ થઈ જાય છે અને સ્કીન ખરાબ થઈ જાય છે.