બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / Sukhdevsingh massacre reverberates in Gujarat: Protests with fierce slogans in these places including Rajkot, Surat, Karni Sena Maidan

વિરોધ પ્રદર્શન / સુખદેવસિંહ હત્યાકાંડના ગુજરાતમાં પડઘા: રાજકોટ, સુરત સહિત આ સ્થળોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ, કરણી સેના મેદાને

Vishal Khamar

Last Updated: 06:20 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈ રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેનાં પડઘા ગુજરાતમાં પણ પડવા પામ્યા હતા. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ રાજપૂત સમાજનાં લોકોએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું.

  • કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલો
  • ગુજરાતમાં ઠેર ઠેર કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
  • વડોદરામાં કરણી સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈને રાજપૂત સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજપૂત સમાજના લોકો માગ સાથે મેટ્રોમાસ હોસ્પિટલ સામે પ્રદર્શન પર બેઠા છે. રાજપૂત સમાજના આગેવાન સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો પણ ધરણા પર બેઠા છે. રાજસ્થાન બંધના એલાનને વેપારીઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું.

રાજપૂત સમાજે રેલી યોજી આરોપીઓને કડક સજાની માંગ કરી
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠા જિલ્લામાં પણ પડ્યા હતા. ગોગામેડીની હત્યાના વિરોધમાં દાંતીવાડા તાલુકાના પાંથાવાડા સજ્જડ બંધ રહ્યુ હતુ. વેપારીઓએ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. રાજપૂત સમાજના લોકો અને વેપારીઓએ રેલી યોજી ગોગામેડીની હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા અથવા જાહેરમાં એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી.

કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું આવેદન 
સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે કરણી સેના મેદાને આવી છે. વડોદરા કરણીસેના દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ હત્યારાને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કણીસેના સહિત વિવિધ સંગઠનો દ્વારા પણ આવેદનપત્ર અપાયું હતું. 

આજે દેશના ક્ષત્રિય સમાજના હકની લડાઈ છેઃ આશાબા
રાજસ્થામાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષની હત્યાનાં પડઘા ગુજરાતમાં પણ પડવા પામ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે વિરોધ કર્યો હતો. ત્યારે કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશાબા વાઘેલાનું નિવેદન આજે દેશનાં ક્ષત્રિય સમાજનાં હકની લડાઈ છે. સુખદેવસિંહે કહ્યું હતું કે, મારી હત્યા થઈ જશે. રાજસ્થાન સરકારે સુખદેવસિંહને પ્રોટેક્શન પૂરુ ન પાડ્યું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ