બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Suffering for the farmers. After Biporjoy's collapse, the situation is now a double whammy with torrential rains

ચિંતીત / ખેડૂતો માટે દુખના દ'હાડા.! બિપોરજોયના કમઠાણ બાદ હવે વરસાદની ખેંચ પડતાં ડબલ માર, સ્થિતિ દયજનક

Vishal Khamar

Last Updated: 07:40 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં નહિવત પ્રમાણમાં વરસાદ પડ્યો છે. પરંતું હવે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ખેંચાવાની શક્યતાઓ ખેડૂતો સેવી રહ્યા છે. વરસાદ ખેંચાતા ધરતીનાં તાતને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

  • વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન 
  • ઉભાપાકને નુકસાન જવાની ભીતિ 
  • મગફળી અને કપાસના પાકને નુકસાન 

 બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં એકંદરે નહિવત વરસાદ નોંધાવવા પામ્યો છે. તેમજ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ખેંચાવાની શક્યતાઓ જોવા મળી રહી છે. મગફળી, કપાસ સહિતનાં પાકને પાણીની તાતી જરૂરીયાત હોઈ હવે જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોને નુકશાન જવાની ભીંતી સેવાઈ રહી છે. 


ખેડૂતોએ ખેતરમાં શિયાળું પાકનું વાવેતર કર્યું
ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેતરમાં ઉભા પાકને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાનાં કારણે ખેતરમાં ઉભેલ પાક નિષ્ફળ ગયો હતો. જે બાદ ખેડૂતોએ ફરી ખેતરમાં શિયાળું પાકનું વાવેતર કર્યું હતું. પરંતું વરસાદ ખેંચાતા હાલ ખેતરમાં વાવેતર કરેલ શિયાળું પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. 

કુદરતી આફત, કમોસમી વરસાદ તેમજ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ
છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જીલ્લાનાં ખેડૂતો કુદરતી આપત્તિઓનાં કારણે નુકશાન વેઠી રહ્યા છે. ખેડૂતો દ્વારા મોંઘા બિયારણની ખરીદી કરી ખેતર પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. પરંતું કમોસમી વરસાદ, કુદરતી આફત તેમજ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. 
બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી
ચોમાસાની ઋતુમાં ખેડૂતોને ફરી એકવાર સારા ઉત્પાદનની આશા જાગી હતી. પરંતું તે સમયે ચોમાસાની શરૂઆતનાં દિવસોમાં જ બનાસકાંઠા જીલ્લામાં બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જેથી મોટા પ્રમાણમાં ખેડૂતોને બાજરી, કપાસ, એરંડા, મગફળી સહિતનાં પાકમાં નુકશાન સહન કરવું પડ્યું હતું. 

બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાતા પાક સુકાઈ જવાની ચિંતા
ઓગસ્ટ મહિનામાં બનાસકાંઠા જીલ્લામાં વરસાદ  આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે એક તરફ બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની તંગી સર્જાઈ હતી. આ વર્ષે ફરી એકવાર વરસાદ આધારિત વિસ્તારોમાં વરસાદ સારા એવા પ્રમાણમાં ન પડતા ખેડૂતો પોતાનાં પાકને લઈ ચિંતામાં મુકાયા છે. હાલ મોટાભાગનાં ખેતરોમાં મગફળી, બાજરી, એરંડા તેમજ કપાસ સહિતનાં પાકનું વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવ્યું છે. પરંતું વરસાદ ખેંચાતા હવે પાક સુકાઈ જવાની ચિંતાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ