બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Such special luxury cars from Germany for the VIP guests of the G20 Summit

G20 સમિટ / G20 સમિટના VIP મહેમાનો માટે જર્મનીથી આવી સ્પેશ્યલ લકઝરી ગાડીઓ, નંબર પ્લેટમાં 000 સીરિઝ

Priyakant

Last Updated: 08:45 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023 News: ભારતની સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસની સાથે અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSS ટીમો પણ સુરક્ષા માટે તૈયાર રહેશે

  • દેશની રાજધાની દિલ્હીમાં 8 અને 9 સપ્ટેમ્બરે G20 કોન્ફરન્સ
  • દિલ્હી પોલીસની સાથે CIA, MI-6 અને MSS ટીમો પણ સુરક્ષા માટે તૈયાર
  • દિલ્હીના રસ્તાઓ પર ત્રણ દિવસ સુધી લક્ઝરી વાહનો દોડશે
  • NSG અને આર્મી સ્નાઈપર્સ હાઈ રાઈઝ ઈમારતોમાં તૈનાત રહેશે

દેશની રાજધાની દિલ્હીમાં 8 અને 9 સપ્ટેમ્બરે G20 કોન્ફરન્સ યોજાવાની છે. જેને લઈ સરકાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. વાત જાણે એમ છે કે, ભારતની સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસની સાથે-સાથે અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSS ટીમો પણ સુરક્ષા માટે તૈયાર રહેશે. આવી સ્થિતિમાં દિલ્હીના રસ્તાઓ પર ત્રણ દિવસ સુધી લક્ઝરી વાહનો દોડશે. 

G20 સમિટ માટે VIP મહેમાનોને લક્ઝરી કાર પ્રદાન કરનર હરમાન સિંહે એક ખાનગી મીડિયાને જણાવ્યું છે કે, તેઓ G20 દરમિયાન સરકારી એજન્સીઓ, કોર્પોરેટ અને દૂતાવાસોને લક્ઝરી કાર આપશે. આ લક્ઝરી કારોને G20 સમિટ માટે ખાસ જર્મનીથી આયાત કરવામાં આવી છે. તેમાંથી મર્સિડીઝ મેબેક સૌથી મોંઘી કાર છે. G20 માટે માત્ર મર્સિડીઝ જ નહીં પરંતુ દુનિયાભરની અન્ય મોંઘી કાર પણ આપવામાં આવી રહી છે. જેમાં BMW અને Audi સામેલ છે. 

દરરોજ હજારોથી લાખો રૂપિયા સુધીનું ભાડું 
હરમનદીપ સિંહના કહેવા પ્રમાણે આ લક્ઝરી કાર દરરોજ હજારોથી લાખો રૂપિયા સુધીના ભાવે ભાડે આપવામાં આવે છે. આ કાર તેમના રાઇડર્સને બિઝનેસ ક્લાસનો અનુભવ પ્રદાન કરે છે. આ કારોમાં VIP નંબર પ્લેટ હોય છે. આ નંબર પ્લેટો 000 શ્રેણીની છે.

NSG અને આર્મી સ્નાઈપર્સ હાઈ રાઈઝ ઈમારતોમાં તૈનાત રહેશે
G20 સમિટ પહેલા અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSSની ટીમો દિલ્હીમાં પડાવ નાખશે. આગામી મહિને યોજાનારી G20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. G20 સમિટમાં આવનારા દેશોના વડાઓની સુરક્ષા માટે CIA, UKની MI-6 અને ચીનની MSS જેવી દેશોની એજન્સીઓ દિલ્હી આવવા લાગી છે. જી-20 સભ્ય દેશોના રાષ્ટ્રપતિ કે, વડાપ્રધાન જ્યાં રોકાશે તે દિલ્હીની હોટલોની સુરક્ષાની સાથે સાથે સ્થળ તરફ જતા તમામ માર્ગોની માહિતી પણ આ દેશોની સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સીઓની અનેક રાઉન્ડની બેઠકો 
સૂત્રોના જણાવ્યા અનુસાર જી20 સમિટની સુરક્ષાને લઈને દિલ્હી પોલીસ, નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG), અર્ધલશ્કરી દળો તેમજ આર્મી અધિકારીઓ સાથે અનેક રાઉન્ડની બેઠકો થઈ છે. માહિતી અનુસાર, G20 સમિટને ધ્યાનમાં રાખીને G20 સ્થળની સાથે દિલ્હીમાં કેટલીક ખાસ જગ્યાઓ પર એક ડઝનથી વધુ NSG ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની SWAT ટીમની સાથે અર્ધલશ્કરી દળોની ક્વિક રિએક્શન ટીમ (QRT)ની ઘણી ટીમો દિલ્હીની હોટલોની આસપાસ તૈનાત કરવામાં આવી રહી છે જ્યાં વિદેશી મહેમાનો રોકાશે. 

દિલ્હી પર આકાશમાંથી નજર  
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી પર આકાશમાંથી નજર રાખવામાં આવશે. આ માટે વાયુસેના અને ભારતીય સેનાના હેલિકોપ્ટર સતત આકાશમાં ચક્કર લગાવશે. આ હેલિકોપ્ટરમાં આર્મી અને એનએસજી કમાન્ડો દરેક સમયે હાજર રહેશે. દુશ્મનના ડ્રોનના જોખમને ધ્યાનમાં રાખીને NSG ઘણી જગ્યાએ એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવી રહી છે, જેથી દુશ્મનના કોઈપણ ષડયંત્રને નિષ્ફળ બનાવી શકાય. આ સાથે દિલ્હીની હાઈરાઈઝ ઈમારતો પર NSG અને આર્મીના સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવશે.

વિદેશી મહેમાનો ક્યાં રોકાશે ? 
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સહિત અન્ય મહેમાનોને રહેવા માટે હોટેલોની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બિડેન ITC મૌર્ય હોટેલના 14મા માળે સ્થિત પ્રેસિડેન્શિયલ સ્વીટમાં રોકાશે. આ હોટલ માટે લગભગ 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાજ પેલેસ હોટેલમાં રોકાશે જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક શાંગરી-લા હોટેલમાં રોકાશે. જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ક્લારિજ હોટલમાં રોકાશે, હોટેલ ઈમ્પીરીયલ ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ માટે બુક કરવામાં આવી છે. 

સૂત્રોએ જણાવ્યું છે કે 8-9 સપ્ટેમ્બર 2023ના રોજ G20 સમિટ દરમિયાન, પ્રતિનિધિમંડળને દિલ્હી-NCRની ફાઇવ-સ્ટાર હોટલોમાં આવાસ કરવામાં આવશે. તુર્કીનું પ્રતિનિધિમંડળ દિલ્હીની ઓબેરોય હોટલમાં રોકાશે જ્યારે મોરેશિયસ, નેધરલેન્ડ, નાઈજીરીયા અને સ્પેનના પ્રતિનિધિમંડળ રાષ્ટ્રીય રાજધાનીમાં લે મેરીડીયન ખાતે રોકાશે. ચીન અને બ્રાઝિલના પ્રતિનિધિમંડળ દિલ્હીના તાજ પેલેસમાં રોકાશે અને ઇન્ડોનેશિયન અને ઑસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળ ઇમ્પિરિયલ હોટેલમાં રહેશે. એ જ રીતે શાંગરી-લા યુનાઇટેડ કિંગડમ અને જર્મનીના પ્રતિનિધિમંડળનું આયોજન કરશે જ્યારે હયાત રિજન્સી દિલ્હી ઇટાલી અને સિંગાપોરના પ્રતિનિધિમંડળનું આયોજન કરશે.

પ્રતિનિધિમંડળને ITC મૌર્ય શેરેટોન, ચાણક્યપુરીમાં, ઓમાન પ્રતિનિધિમંડળ લોધી હોટેલમાં, ફ્રેન્ચ પ્રતિનિધિમંડળ ક્લેરિજ હોટેલમાં અને બાંગ્લાદેશ પ્રતિનિધિમંડળને ગ્રાન્ડ હયાત, ગુરુગ્રામ ખાતે આવાસ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની લલિત હોટલ કેનેડા અને જાપાનના પ્રતિનિધિમંડળનું આયોજન કરશે. કોરિયન પ્રતિનિધિમંડળ ગુરુગ્રામની ઓબેરોય હોટેલમાં, ઇજિપ્તનું પ્રતિનિધિમંડળ સાકેતમાં આઇટીસી શેરેટનમાં અને સાઉદી અરેબિયન પ્રતિનિધિમંડળ ગુરુગ્રામની લીલા હોટેલમાં રોકાશે. UAEનું પ્રતિનિધિમંડળ દિલ્હીની તાજમહેલ હોટલમાં રોકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ