બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / Student failed in Exam so directly reached the Supreme Court, said the questions were wrong

ભારે કરી / 5માંથી 4 વિષયમાં ફેલ થયો વિદ્યાર્થી તો સીધો પહોંચી ગયો સુપ્રીમ કોર્ટ, કહ્યું સવાલો જ ખોટા હતા, પછી જજ સાહેબે કહ્યું SORRY...

Megha

Last Updated: 04:07 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે પરીક્ષામાં તેને ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કારણે તે ફેલ થઈ ગયો હતો. ત્યાં તેને કોઈ રાહત ન મળી તો વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

  • પરીક્ષામાં ખોટા પ્રશ્નો પૂછવા સામે વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી 
  • 11મા ધોરણના વિદ્યાર્થીએ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
  • સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીની અરજી ફગાવી દીધી

આપણે બધા એ વાત જાણીએ છીએ અને ઘણા લોકો પાસે સાંભળી પણ છીએ કે આપણી દેશની અદાલતોમાં હજારો અને લાખો કેસ પેન્ડિંગ છે. સાથે જ એ વાત પણ નોંધનીય છે કે કોર્ટમાં ન્યાયાધીશો ઓછા અને કેસ વધુ છે એમ છતાં જે મુદ્દાના ઉકેલ ન આવે એ માંટએ લોકો કેસ કરતાં રહે છે. આ મુદ્દાની વચ્ચે ક્યારેક એવા કિસ્સાઓ કોર્ટ સુધી પહોંચે છે કે કોર્ટના જજ પણ માથું પકડી લે છે. જણાવી દઈએ કે આવો જ એક કિસ્સો સુપ્રીમ કોર્ટમાંથી સામે આવ્યો છે જેમાં 11મા ધોરણના વિદ્યાર્થીએ પરીક્ષામાં ખોટા પ્રશ્નો પૂછવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શું છે આખો કિસ્સો ચાલો જાણીએ.. 

પરીક્ષામાં તેને ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા
11મા ધોરણનો આ વિદ્યાર્થી અગાઉ હાઈકોર્ટમાં ગયો હતો, જ્યાં તેને કોઈ રાહત મળી ન હતી. હાઈકોર્ટમાં તેને અપીલ કરી હતી કે પરીક્ષામાં તેને ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કારણે તે ફેલ થઈ ગયો હતો. એ બાદ તેને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જો કે 28 જુલાઈની સવારે સુપ્રીમ કોર્ટે આ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીની અરજી ફગાવી દીધી
વાત એમ છે કે બાર અને બેંચે એક ટ્વીટમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ મામલો બહુ નાનો છે. આ સાંભળીને નવાઈ લાગશે. સુનાવણી કરી રહેલા જસ્ટિસ સંજય કૌલે વિદ્યાર્થીને અલગ રીતે ફટકાર લગાવી. કહ્યું કે સુપ્રીમ કોર્ટ તેના પર વિચાર કરશે નહીં.

વિદ્યાર્થી 5માંથી 4 વિષયમાં નાપાસ થયો 
જસ્ટિસ સંજય કૌલ આ કેસ જોઈને એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે કહ્યું- કેટલાક વિદ્યાર્થીઓ ભણવા માટે નથી હોતા. એ વિદ્યાર્થી 5 પેપરમાંથી 4 પેપરમાં પાસ નથી થયો તો પછી તે પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે ઉઠાવી શકે? પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ખોટા છે તે હું કેવી રીતે કહી શકું? કોઈ તેમની પૂછવામાં આવેલી પદ્ધતિઓ પર કેવી રીતે પ્રશ્ન કરી શકે છે. માફ કરશો સુપ્રીમ કોર્ટ આ બધું સાંભળશે નહીં.

આવી જ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં પણ આવી હતી
આ પહેલો આવો કિસ્સો નથી, જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ આવી જ એક અરજીને ફગાવી દીધી હતી. ત્યાં 11મા ધોરણના વિદ્યાર્થીએ વિનંતી કરી હતી કે તેને ફરીથી અંતિમ પરીક્ષામાં બેસવા દેવામાં આવે. કારણ કે પરીક્ષા સમયે તે બીમાર પડી ગયો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના નિયમો અનુસાર આ સ્થિતિમાં ફરીથી પેપર આપી શકાય નહીં. તેમાં કોર્ટે કહ્યું હતું કે વિદ્યાર્થીએ ધોરણ 11માં ફરી વાંચવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ