બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / stress management tension can anxiety can affect our body part brain heart male fertility bone

Health / ચિંતા ચિતા સમાન છે: ટેન્શનના કારણે હૃદય જ નહીં આંતરડાથી લઈને રિપ્રોડક્ટિવ સિસ્ટમને થાય છે નુકસાન

Manisha Jogi

Last Updated: 09:21 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે, ચિંતા ચિતા સમાન છે. ટેન્શન લેવાથી મુશ્કેલીઓ વધવા લાગે છે અને શરીરને નુકસાન થાય છે. સ્ટ્રેસના કારણે કઈ કઈ બિમારીઓ થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ટેન્શન લેવાથી મુશ્કેલીઓ વધવા લાગે છે
  • સ્ટ્રેસના કારણે અનેક બિમારીઓ થઈ શકે છે
  • આંતરડાથી લઈને રિપ્રોડક્ટિવ સિસ્ટમને થાય છે નુકસાન

ઘણી વાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે, ચિંતા ચિતા સમાન છે. ઘણી વાર એવી પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે મગજ પર ગંભીર અસર થાય છે. ટેન્શન લેવાથી મુશ્કેલીઓ વધવા લાગે છે અને શરીરને નુકસાન થાય છે. સ્ટ્રેસના કારણે કઈ કઈ બિમારીઓ થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ટેન્શન લેવાથી નુકસાન
સાંધાનો દુખાવો

સ્ટ્રેસના કારણે હાડકાં અને માંસપેશીઓ પર અસર થાય છે. જેથી સોજો આવે છે, માંસપેશીઓમાં દુખાવો થાય છે અને સાંધામાં દુખાવો થઈ શકે છે. 

આંતરડાની તકલીફ
તણાવના કારણે આંતરડાના કામ પર અસર થાય છે. જેના કારણે શરીર પોષકતત્ત્વોનું અવશોષણ કરી શકતું નથી. જેથી ડાયેરિયા, કબજિયાત, અપચો, પેટ ફૂલવાની તકલીફ અને પેટમાં દુખાવા જેવી તકલીફ થઈ શકે છે. 

ઈમ્યૂન સિસ્ટમ પર અસર
બિમારી અને ઈન્ફેક્શન દૂર કરવા માટે ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય પ્રકારે કામ કરે તે જરૂરી છે. ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય પ્રકારે કામ ના કરે તો બિમારીઓ થવાનું જોખમ રહે છે. વધુ ટેન્શન લેવાને કારણે રોગ પ્રતિકાર્ક શક્તિ પર અસર થાય છે. ટિશ્યૂ રિકવરી અને રિપેર થવામાં વધુ સમય લાગે છે. 

હાર્ટની બિમારી
સ્ટ્રેસના કારણે કોલસ્ટ્રોલ લેવલ વધે છે, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે. અનેક એવા કેસ હોય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. 

રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર અસર
ટેન્શન લેવાને કારણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર અસર થાય છે. જેના કારણે હોર્મોન પ્રોડક્શનમાં ધટાડો, યૌન ઈચ્છામાં ઘટાડો, પ્રિમેન્રુટ્  અલ સિંડ્રોમમાં વધારો થવા લાગે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ