story lpg cylinder price 1st january 2022 commercial gas price lpg cylinder latest rate
તમારા કામનું /
નવા વર્ષે મળી મોટી ભેટ! LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણી લો હવે કેટલા ચૂકવવા પડશે
Team VTV07:59 AM, 01 Jan 22
| Updated: 08:02 AM, 01 Jan 22
ગેસ કંપનીઓ તરફથી એલપીજી સિલેન્ડરની કિંમતોમાં કાપ મુકવામાં આવ્યો છે. ત્યારે જાણો શું છે ગેસના ભાવ.
19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવ પર કાપ
કમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમત 102 ઘટીને 1998.5 થઈ
ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી
કમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમત 102 ઘટીને 1998.5 થઈ
નવા વર્ષ પર ગેસ કંપનીઓ તરફથી એલપીજી સિલેન્ડરની કિંમતોમાં કાપ મુકવામાં આવ્યો છે. આ કાપ 19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલેન્ડર પર મુકવામાં આવ્યો છે. IOCL અનુસાર 1 જાન્યુઆરી 2022એ દિલ્હીમાં કમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમત 102 ઘટીને 1998.5 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે 19 કિલોગ્રામ વાળા ગેસ સિલેન્ડર માટે દિલ્હી વાળા 2101 રુપિયા આપવા પડતા હતા. જ્યાં ચેન્નાઈમાં હવે 19 કિલો ગ્રામ એલપીજી સિલેન્ડર માટે 2131 રુપિયા તો મુંબઈમાં 1948.50 રુપિયા આપવાના રહેશે. નવી કિંમતો જારી થયા બાદ કોલક્તામાં કમર્શિયલ ગેસ સિલેન્ડર હવે આજથી 2076 રુપિયામાં ખરીદી શકાશે છે.
ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી
નવા વર્ષ પર ઘરેલુ એલપીજી સિલેન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. આજ કારણ છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને ઘેરલુ ગેસ સબસિડી વગર 900 રુપિયામાં મળતો રહેશે. જાણો અન્ય શહેરોમાં કેટલો છે ભાવ.