બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / stolen-mobiles-government-system

NULL / સરકારે બનાવેલી આ સિસ્ટમથી હવે તમને મળી જશે તમારો ચોરી થયેલો ફોન

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હવે કોઇ પણ તમારા ચોરી થયેલા મોબાઇલનો દુરુપયોગ કરી શકશે નહીં અને ના એનો ઉપયોગ કરી શકશે. જો ચોર અથવા હેકર્સે ચોરી થયેલા મોબાઇલનો આઇએમઇઆઇ નંબર બદલીને એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો તો સ્માર્ટફોન બેકાર થઇ જશે કારણ કે સરકારે એના માટે સિસ્ટમ તૈયાર કરી લીધી છે. મોટાભાગે હેકર્સ ચોરી થયેલ મોબાઇલનો આઇએમઇઆઇ નંબર બદલીને એને વેચી દે છે અને માર્કેટમાં ફરીથી એનો ઉપયોગ થવા લાગે છે. પરંતુ હવે એવું થઇ શકશે નહીં અને મિનીટોમાં તમારો ચોરી થયેલો ફોન તમને મળી જશે. 



દૂરસંચાર પ્રૌદ્યોગિકી કેન્દ્રએ મોબાઇલ ઉપકરણ રજિસ્ટર એમઇઆર તંત્ર બનાવી લીધું છે. આ હેઠળ હવે ચોરી થયેલા મોબાઇલ સરળતાથી ટ્રેક થઇ જશે. આ સિસ્ટમને જુલાઇથી લાગૂ કરવામાં આવશે. 

આ સિસ્ટમ હેઠળ જો કોઇ તમારો ચોરી થયેલ મોબાઇલનો આઇએમઇઆઇ નંબર બદલે છે તો તમારો મોબાઇલ માત્ર રમકડું થઇ જશે. ચોરીની વધતી ઘટનાઓ જોઇને આ પગલું ભરવામાં આવ્યું છે અને એની જવાબદારી સી ડોટને આપવામાં ાવી છે. એની મદદથી પોલીસ હવે મોબાઇલ ચોરી કરનાર લોકોને સરળતાથી પકડી લેશે. 



વૈશ્વિક મોબાઇલ સંઘ જ પ્રત્યેક મોબાઇલ માટે આઇએમઆઇ નંબર જારી કરે છે. હવે સી ડોટ એમઇઆર તંત્ર માટે સેવા પ્રદાતાને પણ જવાબદાર બનાવવા જઇ રહ્યા છે. એ હેઠળ ટેલીકોમ કંપનીઓ મોબાઇવ માટે જારી આઇએમઇઆઇનું મિલન જીએસએમએના ડેટાથી કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ