Stock market welcomes new year with Nifty crosses 17,450
શેર માર્કેટ /
ઉછાળા સાથે શેર બજારે કર્યું નવા વર્ષનું સ્વાગત્, નિફ્ટી 17,450ને પાર
Team VTV03:17 PM, 03 Jan 22
| Updated: 03:33 PM, 03 Jan 22
સ્થાનિક શેરબજારમાં નવા વર્ષની સારી શરૂઆત થઈ છે.
નવા વર્ષની વધારા સાથે શરૂઆત
ગત વર્ષે લગભગ 24 ટકા વૃદ્ધિ
નિફ્ટીએ 17,450નો આંકડો કર્યો પાર
વર્ષના પ્રથમ સત્રમાં, શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને 0.50 ટકાથી વધુ વધ્યા હતા. પ્રી-ઓપન સેશનમાં ફ્લેટ રહ્યા બાદ માર્કેટ ખૂલવાની સાથે જ નિફ્ટીએ 17,450નો આંકડો પાર કર્યો.
અગાઉ નિફ્ટી 17,450 પોઈન્ટને પર હતો
BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 300 પોઈન્ટથી વધુના વધારા સાથે 58,550 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 0.53 ટકાના વધારા સાથે 17,450 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.
સ્થાનિક શેરબજારમાં બમ્પર વર્ષ 2021નો સકારાત્મક અંત થયો
અગાઉ, સ્થાનિક શેરબજારમાં બમ્પર વર્ષ 2021નો સકારાત્મક અંત થયો હતો. ગત અઠવાડિયે શુક્રવારનો ટ્રેડિંગ સમાપ્ત થયા બાદ, BSE સેન્સેક્સ 459.50 પોઈન્ટ (0.80 ટકા) વધીને 58,253.82 પોઈન્ટ અને NSE નિફ્ટી 160.25 પોઈન્ટ (0.93 ટકા) વધીને 17,364.20 પર હતો.
ગત વર્ષે લગભગ 24 ટકા વૃદ્ધિ
ગત વર્ષે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 24 ટકાનો વધારો થયો હતો. 2021માં નિફ્ટી 23.87 ટકા અને સેન્સેક્સ 21.69 ટકા ઉપર હતો.