બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / stock market opening red zone sensex slips more than 700 points

સ્ટોક માર્કેટ / શેરબજારમાં કડાકો: સેન્સેક્સ ખુલતાની સાથે જ 700થી વધુ પોઇન્ટે તૂટ્યો, નિફટી પણ 17 હજારથી નીચે

Dhruv

Last Updated: 11:02 AM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા છે.

  • સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો
  • સેન્સેક્સ ખુલતાની સાથે જ 700થી વધુ પોઇન્ટે તૂટ્યો
  • નિફ્ટી પણ 16950ની નીચે ગયો

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 16950 ની નીચે ગયો છે અને તેમાં લગભગ 1.4 ટકાનો ઘટાડો છે. આ સાથે જ સેન્સેક્સે 57,000 ના મહત્વપૂર્ણ સ્તરને તોડી નાખ્યું છે અને તે 56,512ના સ્તરે દેખાઈ રહ્યું છે.

જાણો કેવી રીતે ખુલ્યું આજનું બજાર?

આજે બજારની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે અને પ્રી-ઓપનિંગમાં જ તેનો સંકેત મળી ગયો હતો. શુક્રવારે અમેરિકન બજારોમાં આવેલા ઘટાડા અને આજે એશિયાઈ બજારોની નબળાઈની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહી છે. આજના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં BSE સેન્સેક્સ 439.51 પોઈન્ટના ઘટાડા સાથે 56757.64 પર ખુલ્યો હતો. શુક્રવારે તે 57197 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ આજે NSE નો નિફ્ટી 162.9 પોઈન્ટના ઘટાડા સાથે 17009.05 પર ખુલ્યો અને શુક્રવારે તે 17171 ના સ્તર પર બંધ થયો હતો.

જાણો નિફ્ટીના કેવાં છે હાલ?

આજની ટ્રેડિંગ સફરમાં શરૂઆતની થોડીક મિનિટો બાદ નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 શેરો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 146 અંક એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 35897 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં શું છે તસવીર?

આજના સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો ઓટો સિવાય અન્ય તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સૌથી વધારે રિયલ્ટી શેરોમાં 2.31 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ સેક્ટરમાં 2.08 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આઇટી શેરોમાં 1.80 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. એ સિવાય FMCG શેર પણ 1.78 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ