ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / એક તરફ ટ્રમ્પના નિર્ણય, બીજી તરફ શેર માર્કેટમાં કોહરામ, રોકાણકારોના 9000000000000 સ્વાહા!
Last Updated: 02:45 PM, 27 January 2025
ADVERTISEMENT
બજેટ પહેલા શેરબજાર ઉંધા માથે પછડાયું છે.. સેન્સેક્સ વધી નથી રહ્યો.. નિફ્ટીમાં સતત ઘટાડો રોકાણકારોને કંગાળ બનાવી રહ્યો છે. શેરબજારમાં જે ઝડપે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી પ્રબળ બની છે તેના કારણે સેન્સેક્સ સતત ડૂબી રહ્યો છે. સોમવારે પણ બજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. બજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો હતો.
ADVERTISEMENT
સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો
આજે સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી 250 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. બજારમાં આ સતત ઘટાડા સાથે સેન્સેક્સ 75,434 પોઈન્ટની નીચે પહોંચી ગયો. સેન્સેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 75,700.43 પર ખુલ્યો હતો. સવારે 11 વાગ્યા સુધીમાં મહત્તમ ઘટાડો 842 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ 150 પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆત કરી હતી અને મહત્તમ 265 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો. સવારે 11 વાગ્યે તે 238 પોઈન્ટ ઘટીને 22,854 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
ADVERTISEMENT
9 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં આ ઘટાડાથી રોકાણકારોને રૂ. 9 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 410.03 લાખ કરોડ થયું હતું. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી શેરબજાર ઘટી રહ્યું છે. FPIsએ 24મી જાન્યુઆરી સુધીમાં રૂ. 64,156 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. કંપનીઓના ત્રિમાસિક પરિણામોએ આગમાં બળતણ ઉમેર્યું છે. નબળી કોર્પોરેટ કમાણી, યુએસની વેપાર નીતિઓ અને વિદેશી રોકાણકારોના સતત ઉપાડને કારણે બજાર ગૂંગળામણ અનુભવી રહ્યું છે.
ADVERTISEMENT
ટ્રમ્પની નીતિઓથી શેરબજાર ડરી ગયું
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિની ગાદી સંભાળતાની સાથે જ ભારત સહિત ઘણા દેશો પર ટેરિફ વધારવાની ધમકી આપવામાં આવી છે. BRICS દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી જ્યારે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયાથી આયાત થતા સામાન પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટેરિફના આ નિર્ણયને કારણે રોકાણકારોમાં ભયનો માહોલ છે. રોકાણકારો સાવચેતીની નીતિ અપનાવી રહ્યા છે.
ADVERTISEMENT
બજારની શરૂઆત ખરાબ રહી હતી
વૈશ્વિક બજારમાં મંદી વચ્ચે સોમવારે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. વિદેશી મૂડીના સતત ઉપાડથી પણ બજારમાં ઘટાડો વધ્યો હતો. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 343 પોઈન્ટ અથવા 0.45 ટકા ઘટીને 75,847.46 પોઈન્ટ પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 108.95 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટીને 22,983.25 પર આવી ગયો.
ADVERTISEMENT
આ શેરોને નુકસાન
ઝોમેટો, એચસીએલ ટેક્નોલોજી, પાવરગ્રીડ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને એચડીએફસી બેન્કના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈટીસી અને એશિયન પેઈન્ટ્સના શેરમાં વધારો નોંધાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 222 ગણો સબ્સ્ક્રાઇબ થયો આ IPO, ચેક કરો લેટેસ્ટ GMP, જાણો ક્યારે લિસ્ટ થશે કંપની
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો