બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / ચૂંટણી પહેલા શેરબજારમાં તેજી, ચૂંટણી પછી રહેશે? તેજીને એક્સપર્ટ કઇ રીતે જુએ છે?

મહામંથન / ચૂંટણી પહેલા શેરબજારમાં તેજી, ચૂંટણી પછી રહેશે? તેજીને એક્સપર્ટ કઇ રીતે જુએ છે?

Last Updated: 09:17 PM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamanthan: માર્કેટ અને ચૂંટણીની ચર્ચાને વેગ મળ્યો એ વાતને એક અઠવાડિયા જેટલો સમય થયો છે. થોડા સમય પહેલા જ્યારે માર્કેટ ઉઘડતા સપ્તાહે કડાકા સાથે ખુલ્યું ત્યારે ચૂંટણી પરિણામની સંભાવનાઓ કેટલાક લોકો કહેવા લાગ્યા હતાં

શેરબજારના ઉતાર-ચઢાવ અગણિત પરિબળો સાથે જોડાયેલા છે. અત્યારે ચૂંટણીના માહોલમાં શેરબજારની મંદી કે તેજીને ચૂંટણી સાથે લોકો જોડી રહ્યાં છે. માર્કેટ અને ચૂંટણીની ચર્ચાને વેગ મળ્યો એ વાતને એક અઠવાડિયા જેટલો સમય થયો. થોડા સમય પહેલા જ્યારે માર્કેટ ઉઘડતા સપ્તાહે કડાકા સાથે ખુલ્યું ત્યારે ચૂંટણી પરિણામની સંભાવનાઓ કેટલાક લોકો કહેવા લાગ્યા. આ ચર્ચાને અલગ વળાંક મળ્યો જ્યારે ખુદ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ શેરમાર્કેટની સ્થિતિ અંગે ખુલીને વાત કરી. કહેવાના સારાંશ એ હતો કે 4 જૂન પછી માર્કેટમાં તેજી આવશે. હવે માર્કેટમાં ખરેખર તેજી છે. હજુ બે તબક્કાના મતદાન બાકી છે અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે, નિફ્ટીએ પણ અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. શેરબજારની તેજીની સાથે-સાથે એ વાત પણ સ્વીકારવી પડે કે 2014 પછી શેરબજાર મોટેભાગે કોવિડ પિરિયડને બાદ કરતા તેજીના દોરમાં રહ્યું છે. નાના રોકાણકારોને શેર માર્કેટમાં કેટલો વિશ્વાસ છે એ કદાચ પછીનો મુદ્દો બને છે પરંતુ શેરબજારની હાલની તેજી ચૂંટણી પરિણામ ભાખી રહી છે કે નહીં તે સવાલ સૌને થતો જ હશે. સ્થિર સરકાર અને માર્કેટની સ્થિતિને કોઈ સંબંધ છે કે નહીં. અત્યારે જે તેજીની હવા બની છે તે બ્રોકર્સ તરફથી ઉભી કરવામાં આવી છે કે કેમ. નાના રોકાણકારો માટે અત્યારે રોકાણનો સમય છે કે પછી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનો સમય છે.

તેજી છે ભૈ'ઈ

શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર છે. શેરબજારમાં રેકર્ડબ્રેક તેજી તેમજ સેન્સેક્સ 75582ની સપાટીએ બંધ થયો હતો. તો નિફ્ટી 23004ની સપાટીએ બંધ થયો હતો. શેરબજારની તેજી અને સરકારનો વિશ્વાસ, જે તેજી ચૂંટણી પરિણામ ભાખી રહી છે?

માર્કેટ તૂટ્યું ત્યારે અમિત શાહે શું કહ્યું?

અમિત શાહે કહ્યું હતું કે, માર્કેટની સ્થિતિ અને ચૂંટણીને ન જોડવા જોઈએ. આ પહેલા પણ માર્કેટમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. અફવાઓને કારણે આવું થયું હોય શકે છે. 4 જૂન પહેલા તમે શેર ખરીદી શકો છો. બજારમાં તેજી આવશે તે નિશ્ચિત છે. દેશમાં સ્થિર સરકાર હોય ત્યારે માર્કેટ ઉપર આવે છે. ફરી મોદી સરકાર આવશે અને માર્કેટમાં તેજી આવશે

શેરબજારની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ શું કહ્યું?

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચૂંટણી પરિણામ પછી શેરબજાર નવી ટોચ ઉપર પહોંચશે તેમજ ચૂંટણી પહેલાં જ ભારતીય બજારોની માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડોલરે પહોંચી. રોકાણકારો અમે લાગુ કરેલા સુધારાથી સારી રીતે અવગત છે. અમે મજબૂત આર્થિક ઈકો સિસ્ટમ બનાવી છે. શેરબજાર એક દાયકાથી ભાજપ સરકાર ઉપર ભરોસો રાખે છે. PSU સ્ટોક એક સમયે મંદીમાં હતા હવે નવી ટોચ ઉપર છે

વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીએ વધુ બેનો ભોગ લીધો, દાહોદમાં હીટવેવના લીધે 2 મહિલાના મોત

2014 પછી તેજીની ચાલ!

2014માં સેન્સેક્સ 25 હજાર આસપાસ હતો અને 26 એપ્રિલ 2017ના રોજ સેન્સેક્સે 30 હજારની સપાટી વટાવી છે. જૂન 2019માં સેન્સેક્સ 40 હજારને પાર થયો. ફેબ્રુઆરી 2021 સુધીમાં સેન્સેક્સ 50 હજારે પહેલીવાર પહોંચ્યો છે. તેજી તરફની કૂચ જારી રહી, માત્ર 158 દિવસમાં 60 હજારની સપાટી સ્પર્શી છે. 60 હજારથી 70 હજારની સપાટીએ પહોંચતા 548 દિવસ થયા છે. 9 એપ્રિલ 2024ના રોજ શેરબજાર નવી ટોચે પહોંચ્યું છે. નિષ્ણાતોનું માનીએ તો 80 હજારની સપાટીએ પણ સેન્સેક્સ પહોંચી શકે છે

સંકળાયેલા મુદ્દાઓ

Stock market Mahamanthan Stock Market News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ