બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Still haven't received your income tax refund? So don't worry, these 10 steps will get your money back instantly

તમારા કામનું / હજુ સુધી નથી મળ્યું ઇન્કમ ટેક્સ રીફંડ? તો ચિંતા ન કરતા, પૈસા પાછા મેળવવા માટે ફટાફટ કરી લો આ નાનું કામ

Megha

Last Updated: 04:04 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પણ હજુ સુધી રીફંડનાં પૈસા નથી મળ્યા તો આજે અમે તમને કેટલાક ઉપાયો અને પ્રોસેસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી રિફંડના પૈસા તમને સરળતાથી મળી શકે છે.

  • તમારા ખાતામાં ટેક્સ રિટર્નનું રિફંડ નથી આવ્યું?
  • દસ્તાવેજોના અભાવને કારણે રિફંડના પૈસા આવતા સમય લાગે છે
  • રીફંડ મેળવવા ટેક્સ વિભાગમાં રીક્વેસ્ટ મોકલવી પડશે

તમે યોગ્ય રીતે અને સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે અને ઇન્કમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધીમાં ટેક્સ રિટર્ન સંબંધિત તમામ કામ પૂરા કરી લીધા છે અને છતાં પણ તમારા ખાતામાં ટેક્સ રિટર્નનું રિફંડ નથી આવ્યું? જો આવું થયું હોય તો એ વાત પર ધ્યાનમાં લેવી જોઈએ. સામાન્ય રીતે જો ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ફાઈલ કરવામાં આવે અને વેરિફિકેશન કરવામાં આવે તો રિફંડના પૈસા ક્યાંય અટવાતા નથી. પરંતુ કેટલીકવાર તે આવવામાં સમય લાગે છે. જો કે રિફંડના પૈસા આવતા સમય લાગે એમાં સરકાર કે ટેક્સ વિભાગને કારણે નથી થતું પણ રિટર્ન ફાઈલ કરવામાં કોઈ ગડબડીને કારણે અથવા દસ્તાવેજોના અભાવને કારણે રિફંડના પૈસા આવતા સમય લાગે છે. 

જો તમને પણ હજુ સુધી રીફંડનાં પૈસા નથી મળ્યા તો આજે અમે તમને કેટલાક ઉપાયો અને પ્રોસેસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી રિફંડના પૈસા તમને સરળતાથી મળી શકે છે. આ માટે તમારે ટેક્સ વિભાગમાં રીક્વેસ્ટ મોકલવી પડશે અને તેની પ્રોસેસ કંઇક આ રીતે છે... 

  • - સૌથી પહેલા ઇન્કમ ટેક્સ પોર્ટલ www.incometax.gov.in પર લોગ-ઈન કરો. 
  • - ત્યાં તમને સર્વિસ ટેબ પર ક્લિક કરીને રિફંડ રીઇસ્યુ સિલેક્ટ કરો. 
  • - રીફંડ રીક્વેસ્ટ પર ક્લિક કરો (આ ટેબ ત્યારે જ એક્ટીવ થશે જયારે તમારું રીફંડ ફેલ થયું હોય)
  • - રિફંડ રિઇશ્યુ રિક્વેસ્ટ ક્રિએટ કરો. બોક્સ પર ટિક કરો અને એકનોલેજ્મેન્ટ નંબરનીકન્ફર્મ કરો
  • - જે બેંકમાં રિફંડ કરવા માંગો છો તે બેંકનું નામ ચેક કરો. બોક્સ પર ટિક કરીનેને Proceed to Verify પર ક્લિક કરો.
  • - રિફંડના પૈસા ફક્ત વેલીડ બેંક એકાઉન્ટમાં જ આવશે. 
  • - એ પછી  બેંક એકાઉન્ટ નંબર અને બ્રાંચનો IFSC કોડ આપો. 
  • -આધાર, OTPની સાથે સાથે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટને ઇ-વેરિફાઇ કરો.
  • - એ પછી એક મેસેજ આવશે જેમાં સબમિટેડ સક્સેક્સફૂલી લખ્યું હશે અને સાથે ટ્રાન્જેક્શન આઈડી પણ આવશે. 
  • -એ પછી વ્યુ રીફંડ પર ક્લિક કરો. 
  •  

આ ઉપાય અપનાવતા પહેલા તમારે ચેક કરવું પડશે કે તમારું ITR પ્રોસેસ થયું છે કે નહીં. આ ત્યારે જ શક્ય છે જયારે ITR ફાઈલ કર્યા પછી જ આ થશે અને તેને વેરીફાઈ કરવામાં આવે છે. જો ITR વેરીફાય નથી તો તે અમાન્ય બની જાય છે એવી સ્થિતિમાં રિફંડની અપેક્ષા ન રાખવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ