ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Statement of Harsh Sanghvi on the accident of ISKCON Bridge in Ahmedabad

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ / ગૃહ રાજ્યમંત્રી સંઘવી એક્શનમાં: અઠવાડિયામાં ચાર્જશીટ, ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ;CP,3 DCP,JCP,5 PI તપાસમાં જોડાયા

Published By: Malay

Last Updated: 03:42 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISKCON Bridge Accident: ઇસ્કોન બ્રિજના અકસ્માત મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અકસ્માતનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે, આરોપીઓને કાયદાનું ભાન પડે તે રીતે કાર્યવાહી કરાશે.

ADVERTISEMENT

  • ઇસ્કોન બ્રિજના અકસ્માત મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
  • પ્રજ્ઞેશ પટેલ સામે પણ ફરિયાદ થશેઃ હર્ષ સંઘવી
  • 'એક અઠવાડિયામાં ચાર્જશીટ તૈયાર કરાશે'

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ હતી. આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. આ દરમિયાન હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછવા પહોંચ્યા છે.

May be an image of text that says "VTV ગુજરાતી VTVGUJARATI.COM ફરાસ્ટ્રેક કોર્ટમાં ચાલશે ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ -CP, JCP, 3 DCP, અને 5 PI તપાસમાં જોડાયા RTO, FSL, પોસ્ટમોર્ટમના રિપોર્ટ તાત્કાલિક આપવા આદેશ -એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરાશે, ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે ગુહરાજ્યમંત્રી સંઘવીએ કહું, ભવિષ્યમાં નબીરાઓ રોડનો ઉપયોગ રેસિંગ ટ્રેકની ชิม ન કરે તે માટે તમામ પગલા લેવાશે"

તથ્ય પ્રજ્ઞેશ પટેલે લોકો પર ફેરવી દીધી કારઃ હર્ષ સંઘવી
ઇસ્કોન બ્રિજના અકસ્માત મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ખૂબ જ દુઃખ વાત છે કે તથ્ય પ્રજ્ઞેશ પટેલ કે જે ગોતા વિસ્તારમાં રહે છે. તથ્ય પટેલ મિત્રો સાથે ગાડી લઈને નીકળ્યો હતો. તેણે ઇસ્કોન બ્રિજ પર લોકોની મદદ કરી રહેલા પોલીસ જવાન સહિત અનેક લોકો પર ગાડી ફેરવી દીધી. આ અકસ્માતમાં 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા, જેમાં અનેક યુવાનો પણ અને બે અમારા પોલીસના જવાનો મૃત્યુ પામ્યા છે. 

ડોક્ટરની મંજૂરી બાદ કરાશે ધરપકડઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવી જણાવ્યું કે, તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોની મંજૂરી બાદ તેની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત તેના પિતા પ્રજ્ઞેશ પટેલ કે જેની ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવણી રહી છે. તે પ્રજ્ઞેશ પટેલ પર ગુનો દાખલ કરવામાં આવશે. સાથે જ જે લોકો આ કારમાં સવાર હતા, તેઓની પણ શોધખોળ ચાલી રહી છે. 

'અઠવાડિયામાં ચાર્જશીટ કરાશે પૂર્ણ'
તેમણે જણાવ્યું કે,  આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આજ સાંજ પહેલા જ RTOનો રિપોર્ટ મળી જશે, આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી જશે. આવતીકાલ રાત પહેલા FSLનો રિપોર્ટ આવી જશે. આ કેસમાં એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે. જેથી કરીને કોઈ નબીરાઓ ભવિષ્યમાં આવી હિંમત ન કરે. 

પોલીસ બાપ-દીકરાને કાયદાનું ભાન કરાવશે
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવમાં આવશે. વકીલના નિવેદન લઈને તેમણે કહ્યું કે, મને દુઃખ છે કે આ વ્યક્તિ પાસે વકીલની ડિગ્રી છે, વકીલની ડિગ્રી હોવા છતાં માનવતા નેવે મૂકી છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?
-  સ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે અકસ્માત થયો હતો
- અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
- અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી
- અકસ્માતના થોડા સમય બાદ લક્ઝ્યુરિયસ કાર પૂર ઝડપી નીકળી
- લક્ઝ્યુરિયસ કાર ચાલકે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા
- 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચલાવી હતી
- લક્ઝ્યુરિયસ કાર ચાલક અડફેટે લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા
- તથ્ય પટેલ નામના શખ્સે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી મળી

કોના કોના થયા મૃત્યુ?
- નિરવ રામાનુજ (ઉં.વ.22, ચાંદલોડિયા)
- અમન અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, સુરેન્દ્રનગર)
- અરમાન અનીલભાઈ વઢવાણીયા (ઉં.વ. 21, સુરેન્દ્રનગર)
- અક્ષર અનીલભાઈ પટેલ (ઉં.વ.21,  બોટાદ)
- રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, બોટાદ)
- કૃણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23,  બોટાદ)
- નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ)
- ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
- એકની ઓળખ હજુ થઈ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad accident ISKCON Bridge Accident અમદાવાદ અકસ્માત ઇસ્કોન બ્રિજ અકસ્માત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હર્ષ સંઘવી ISKCON Bridge Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ