બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of CM Rupani on the issue of opening schools in Gujarat

શિક્ષણની માહિતી / કોરોના ઘટી ગયો છે ત્યારે ગુજરાતમાં હવે સ્કૂલો ખોલવા અંગે CM રૂપાણીનું આવ્યું મોટું નિવેદન

Shyam

Last Updated: 11:18 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં શાળા શરૂ કરવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી કે, શિક્ષણ ચાલુ કરવા સરકાર તૈયારી કરી રહી છે પણ હાલ સ્કૂલ ખોલવામાં ઉતાવળ નહી કરીએ

  • રાજ્યમાં શિક્ષણ મુદ્દે CM રૂપાણીનુ નિવેદન
  • શિક્ષણ ચાલુ કરવા સરકાર તૈયારી કરી રહી છે
  • સ્કૂલ ખોલવામાં ઉતાવળ નહી કરીએઃ રૂપાણી

ગુજરાતમાં શિક્ષણ ચાલુ કરવા સરકાર તૈયારી કરી રહી છે. પણ હાલ રાજ્યમાં શાળાઓ ખોલવા અંગે કોઇ ઉતાવળ કરવામાં આવશે નહીં. રાજ્યમાં શાળા શરૂ કરવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષણ ચાલુ કરવા સરકાર તૈયારી કરી રહી છે. પણ હાલ સ્કૂલ ખોલવામાં ઉતાવળ નહી કરીએ. કોરોના કેસ ઘટતા તબક્કાવાર ચાલુ કરીશું. વિદ્યાર્થીઓની સલમાતી રહે તે જરૂરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના કેસ ઘટ્યા છે. પણ સરકાર અવલોકન કરશે. જો સતત કેસનું પ્રમાણ ઘટતું જશે. તો સૌ પ્રથમ કોલેજો ખોલવાનો વિચાર કરશે. અને પછી તબક્કાવાર શાળાઓ તરફ વિચાર કરશું. ત્રીજી લહેરમાં બાળકો માટે દેશભરમાં ચિંતા થઈ રહી છે. એટલા માટે સરકાર કોઈ ઉતાવળ કરશે નહીં. તમામ પરિસ્થિતિને જોવામાં આવશે. શાળાઓના સંચાલકો સાથે પણ અનેક મુદ્દે સરકાર ચર્ચા કરશે.

CM વિજય રૂપાણી ગીર-સોમનાથની મુલાકાતે હતા. જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે સોમનાથના રામ મંદિર ઓડિટોરિયનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે અનેક કાર્યક્રમમાં CM રૂપાણી હાજરી આપશે. તો વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું પણ લોકાર્પણ કરાશે. આ સાથે ન.પાના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. સોમનાથ ખાતે સંબોધનમાં મુખ્યમંત્રીએ સરકારની કોરોનામાં કામગીરી અંગે પણ વાત કરી હતી. જેમાં કહ્યું કે, બીજી લહેરમાં ભારતભરમાં કોરોના કેસની સંખ્યા વધ્યા હતા. આ સમયે ગુજરાત સરકારે સવા મહિનામાં જ 90 હજાર ઑક્સીજન બેડ ઊભા કર્યા હતા.

હું દાવા સાથે કહીશ કે અન્ય રાજ્યોમાં ઑક્સીજનના અભાવે ઘણી બધી હોસ્પિટલમાં એક સાથે 40-50 દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે ગુજરાતમાં ઑક્સીજન અટકી ગયો અને માણસ મૃત્યુ પામ્યો એવું થવા દીધું નથી. બીજી લહેરનો કાળ ખૂબ વિકરાળ હતો. પરંતુ જે કામગીરી કરી તેના કારણે ગુજરાતને સલામત રીતે બહાર કાઢી શક્યા છીએ. કોરોના વચ્ચે વાવાઝોડું પણ આવ્યું હતું.

CM રૂપાણીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો કે, તૌકતે ઈતિહાસનું સૌથી ભયંકર વાવાઝોડું હતું. અને તેના કારણે થયેલી તબાહી પછી સરકારે તાબડતોબ પેકેજની જાહેરાત કરી હતી. ખેડૂતોથી લઈને માછીમારો માટે પેકેજ આપ્યું છે. અગાઉ વાવાઝોડા બાદ માછીમારોને એક રૂપિયો મળતો ન હતો. આ વખતે પહેલી વખત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સોમનાથ દાદા અને દ્વારકામાં કાળિયા ઠાકોરને કારણે આ વિસ્તારો વાવાઝોડાથી બચી ગયા અને વાવાઝોડું ઊના-જાફરાબાદ તરફ ફંટાઈ ગયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

CM Vijay Rupani Gujarat All School School Open somnath ગુજરાતની શાળાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ School
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ