બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યભરમાં કોચિંગ સેંટર પર સ્ટેટ GSTના દરોડા, 36 સ્થળો પરથી આટલા કરોડની કરચોરી ઝડપી
Last Updated: 04:40 PM, 7 January 2025
મળતી માહિતી મુજબ સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યભરના 11 કોચિંગ સેંટરોના 36 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, ગોધરા, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા, પાલનપુર, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા અને વલસાડ સહિત 36 સ્થળોએ આવેલી 11 કોચિંગ ઇન્સ્ટીટ્યુટ સામે સર્ચ અને જપ્તીની કામગીરી કરવામાં આવી હતી. જે કોચિંગ ક્લાસીસ પર શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે ત્યાં કમ્પ્યૂટર અને હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આંકડો 11 કરોડને પાર
તંત્ર દ્વારા અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર અને રાજકોટ સહિતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેની પ્રાથમિક તપાસમાં 7.41 કરોડની કરચોરી થવાની શક્યતાઓ જણાઇ હતી. જે આંકડો 11 કરોડની પાર થઇ શકે છે. આ તપાસમાં વેરાનું ખોટું વર્ગીકરણ, વેરાશાખનો ખોટો દાવો સહિતની બાબતો સામે આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT

વધુ વાંચો: HMPV વાયરસ મામલે અમદાવાદની આ હોસ્પિટલને તંત્રની નોટિસ, કહ્યું 'ખુલાસો કરવો પડશે
ADVERTISEMENT
ડેટા ડિલીટ થઈ ગયાની ઘટના
કોચિંગ ક્લાસમાં રેડ કરવાની છે તેવી વિગતો ટેક્સ ઈન્સ્પેક્ટરને આપવામાં આવી હતી અને તેમના સ્ટાફમાં આ વાત મુકાઈ હતી. જેથી કોચિંગ ક્લાસમાંથી તાલીમ લઈને નોકરી મેળવનારા પૂર્વ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસના શિક્ષકને જાણ કરી દેતા જે તે કોચિંગ ક્લાસ સાબદા થઈ ગયા હોવાથી ઘણો બધો ડેટા ડિલીટ થઈ ગયાની ઘટના બની છે. જેને લઈને જીએસટીના ઉચ્ચ અધિકારીઓ હવે દરોડામાં સામેલ તમામની ઝીણવટભરી ચકાસણી કરી દરોડાનું પેપર ફોડનારની શોધ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.