ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / state bank of india alert to customer sbi alert news sbi alert to customers

Alert / SBI ગ્રાહકો માટે મોટી ખબર! તમે પણ ફોનમાં સેવ કરી રાખ્યો છે આ નંબર તો ફટાફટ કરી નાખો ડિલિટ, જાણો કેમ?

Published By: Arohi

Last Updated: 07:49 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે.

ADVERTISEMENT

  • SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
  • આ વાતોનું રાખો ખાસ ધ્યાન 
  • નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એટલે કે SBIમાં જો તમારૂ પણ ખાતુ છે તો તમારા માટે જરૂરી ખબર છે. SBIએ કરોડો ગ્રાહકોને એલર્ટ કરતા જણાવ્યું છે કે અમુક ખાસ નંબરોને તમારે પોતાના ફોનમાં ક્યારેય સેવ ન કરવા જોઈએ. 

દેશભરમાં ઝડપથી વધી રહ્યા ફ્રોડના મામલાને જોતા બેન્કે દરેક ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેન્કે કહ્યું છે કે તમારે ક્યારેય પણ પોતાના ખાતા સાથે જોડાયેલી જાણકારી મોબાઈલમાં સેવ ન કરવી જોઈએ. 

જો તમે પોતાના ફોનમાં કાર્ડનો સીવીવી નંબર, એટીએમની ડિટેલ્સ અથવા તો કોઈ પણ ઓટીપી સેવ રાખ્યો છે તો તેને તરત જ ડિલિટ કરી દો. નહીં તો તમારૂ બેન્ક બેલેન્સ ગમે ત્યારે ખાલી થઈ શકે છે. 

બેન્ક સમય સમય પર ગ્રાહકોને મેલ અને મેસેજ મોકલીને એલર્ટ કરતી રહે છે. દેશમાં ડિજિટલ બેન્કિંગ વધવાની સાથે જ ફ્રોડના મામલા વધતા રહે છે તો એવામાં દરેક ગ્રાહકોને સતર્ક રહેવું જરૂરી છે. 

ગ્રાહકોને બેન્ક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, પિન, એટીએમ કાર્ડ નંબર કોઈ પણ ફોટો પણ ક્લિક કરીને પોતાના ફોનમાં ન રાખવા જોઈએ. તેનાથી તમારી જાણકારી લિક થવાનો ખતરો બની શકે છે. 

તેની સાથે જ ગ્રાહકોને એટીએમ કાર્ડની ડિટેલ્સ અને પિન પણ કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આમ કરવાથી તમારા કાર્ડની ડિટેલ્સ પણ લિક થઈ શકે છે. 

બેન્કે કહ્યું છે કે અમારી તરફથી કોઈ પણ વ્યક્તિ ગ્રાહકને ફોન કરીને અથવા એસએમએસ કરીને ક્યારેય પણ પોતાની યુઝર આઈડી, પિન, પાસવર્ડ, સીવીવી, ઓટીપી, વીપીએ જેવી સંવેદનશીલ જાણકારી નથી લેવામાં આવતી. 

જો તમારી પાસે આ પ્રકારનો કોઈ ફોન આવે છે તો સાવધાન રહો અને કોઈની સાથે કોઈ જાણકારી શેર ન કરો.  

સંકળાયેલા મુદ્દાઓ

Customer SBI alert એલર્ટ SBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ