બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Start obeying traffic rules including helmet! The government is preparing to take a big decision

BIG NEWS / હેલમેટ સહિત ટ્રાફિકના નિયમો પાળવા લાગજો! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે સરકાર

Priyakant

Last Updated: 11:59 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા

  • ટ્રાફિકની નવી પોલિસી થઈ શકે છે જાહેર 
  • વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત
  • ગૃહ વિભાગ દ્વારા નવા નિયમોની તૈયારી

ગુજરાત સરકાર આગામી દિવસોમાં ટ્રાફિકની નવી પોલિસી જાહેર કરી શકે છે. જેને લઈ હવે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત થશે. આ સાથે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં હવે બોડિ વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાલમાં ગૃહ વિભાગ દ્વારા નવા નિયમોની તૈયારી ચાલી રહી છે. જેથી હવે આગામી દિવસોએ રોંગ સાઈડમાં ગાડી ચલાવતા વાહન ચાલકો સામે પણ એક્શન લેવાશે. આ સાથે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત થશે. ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે. 

નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે  સરકાર 

નોંધનીય છે કે, સરકાર આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. જે મુજબ ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે. આ સાથે નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ મેમો આવશે તો બોડિ વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ રહેશે. અહી ઉલ્લેખનીય છે કે, 35 ટકા કેસોમા હેલ્મેટ ન પહેરવાથી મોત થાય છે. શહેરી વિસ્તારોમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવાશે. 

મહત્વનું છે કે, અમદાવાદમાં BRTS અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. BRTS કૉરિડૉરમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ટ્રાફિક પોલીસે 41 વાહનો ડિટેઇન કર્યા છે. આ સાથે વાહનો ડિટેઇન કરવા સાથે 14 હજાર રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ