બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / SRK's film 'Jawaan' is making records abroad, collected so many crores from advance booking before trailer release

મનોરંજન / SRKની ફિલ્મ 'જવાન' વિદેશમાં બનાવી રહી છે રેકોર્ડ, ટ્રેલર રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગથી કર્યું આટલા કરોડનું કલેક્શન

Megha

Last Updated: 03:32 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Film Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. હજુ ફિલ્મનું ટ્રેલર રિલીઝ નથી થયું એ પહેલા વિદેશોમાં આ ફિલ્મ એડવાન્સ બુકિંગની કમાણીના મામલામાં પઠાણનો રેકોર્ડ તોડી રહી છે.

  • શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે
  • લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલર રિલીઝ કરવાની માંગ કરી રહ્યા 
  • ફિલ્મને લઈને ભારતની બહાર એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું

Shah Rukh Khan Film Jawan created history: શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે પણ આ ફિલ્મનું ટ્રેલર હજુ સુધી રિલિઝ થયું નથી. એવામાં લોકો સોશિયલ મીડિયા પર સતત ફિલ્મના ટ્રેલર રિલીઝ કરવાની માંગ કરી રહ્યા છે. એવામાં મેકર્સે આવતીકાલે ફિલ્મનું વધુ એક ગીત રિલીઝ કરવાની વાત કહી છે.  

ફિલ્મને લઈને એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું
ચાહકોની સાથે સ્ટાર્સ અને ખુદ શાહરૂખ ખાન પણ ફિલ્મ રિલીઝ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે આ ફિલ્મને લઈને એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. વિદેશોમાં પણ આ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં કમાણીના મામલામાં પઠાણનો રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અત્યાર સુધીના સૌથી અનોખા અવતારમાં જોવા મળશે. આ બધાની વચ્ચે ફિલ્મ 'જવાન' એ એડવાન્સ બુકિંગમાં ઈતિહાસ રચી દીધો છે.

વિદેશોમાં  કેટલી ટિકિટો વેચાઈ
'જવાન' યુએસમાં 450 સ્થળોએ રિલીઝ થઈ રહી છે. અમેરિકામાં દરરોજ ફિલ્મના 1884 શો બતાવવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મ રિલીઝ થવામાં 10 દિવસ બાકી છે અને અત્યાર સુધીમાં ત્યાં 13750 ટિકિટ વેચાઈ ચૂકી છે. આમાંથી મોટાભાગના બુકિંગ ટેક્સાસ અને કેલિફોર્નિયામાં થયા છે. 'જવાન' શુક્રવારે 7 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

ટ્રેલર રિલીઝ પહેલા જ આટલી કમાણી કરી લીધી 
યુ.એસ.એ.માં મૂવી રિલીઝના 20 દિવસ પહેલા જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે પરંતુ ભારતમાં તે હજી શરૂ થયું નથી. અન્ય કેટલાક સેન્ટરોએ પણ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે. સોમવારે સવારે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું, 'જવાન યુએસએ બોક્સ ઓફિસ પર ટ્રેલર લૉન્ચ થયા પહેલા જ કમાણીનો આંકડો $200Kને પાર કરી ગયો. ' 

ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ નથી થયું
જોકે ભારતમાં એડવાન્સ બુકિંગ હજુ શરૂ થયું નથી. જોકે મુંબઈમાં કેટલાક થિયેટરોએ રવિવારે એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું હતું. કહેવાય છે કે 15 મિનિટમાં 'કિંગ ખાન'ના ચાહકોએ તમામ ટિકિટો ખરીદી લીધી હતી. જ્યારે આમાંથી કેટલીક ટિકિટોની કિંમત 1100 રૂપિયા સુધી રાખવામાં આવી હતી. જુલાઈ મહિનામાં નિર્માતાઓએ 'જવાન'નો પ્રીવ્યૂ વીડિયો રિલીઝ કર્યો હતો. 2 મિનિટ 13 સેકન્ડના વીડિયોમાં શાહરૂખ ખાનના કેટલાય અવતાર જોવા મળ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ