બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / sri lanka statement on taliban hope it will keep his pledges in afghanistan

નિવેદન / ચીન-પાકિસ્તાન બાદ હવે આ પડોશી દેશે તાલિબાન સમર્થનના આપ્યા સંકેત, શું કરશે ભારત?

Premal

Last Updated: 05:41 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન પર સત્તા જમાવી બેઠેલા તાલિબાન પર હવે ભારતના વધુ એક પાડોશી દેશનું નિવેદન સામે આવ્યું છે.

  • તાલિબાનો પર શ્રીલંકાએ આપ્યું પ્રથમ નિવેદન
  • અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યાં બાદ તાલિબાનોએ વચન પાળવા પડશે
  • સત્તા પ્રાપ્ત કર્યા બાદ તાલિબાનોએ આપ્યાં છે સકારાત્મક વચનો

તાલિબાનોએ પોતાના વચનોને પાળવા પડશે: શ્રીલંકા

શ્રીલંકા તરફથી તાલિબાનને લઇ કરવામાં આવેલા નિવેદનમાં લગભગ એવી જ વાતો કહેવામાં આવી છે કે જે પહેલાં પાકિસ્તાન બોલી ચુક્યુ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા પ્રાપ્ત કરી તેનું શ્રીલંકાએ સ્વાગત કર્યુ છે અને આશા સેવી છે કે તાલિબાન પોતે આપેલા વચનોને નિભાવશે. ન્યૂઝ એજન્સી મુજબ, શ્રીલંકાએ આશા સેવી છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યા બાદ હવે સામાન્ય લોકોને માફી આપવી, મહિલાઓના અધિકારોની રક્ષા કરવી અને કોઈ પણ વિદેશી નાગરિકને નુકસાન પહોંચાડવુ નહીં જેવા પોતાના વચનોને તાલિબાનોએ પાળવા પડશે.

તાલિબાનોએ આપ્યાં છે સકારાત્મક વચનો

તાલિબાનોએ તાજેતરમાં પત્રકાર પરિષદ કરીને મહિલાઓના અધિકારો, મીડિયાની સ્વતંત્રતાનું સન્માન કરવુ, તાલિબાનો સાથે લડનારા લોકોને માફ કરવાનું વચન આપ્યું હતું. તાલિબાનોએ વધુમાં કહ્યું હતું કે, તાલિબાનોએ આ નક્કી કરવાનો સંકલ્પ લીધો છે કે અફઘાનિસ્તાન આતંકવાદીઓને શરણ નહીં આપે.

તાલિબાનોના બદલાયેલા વલણથી વિશ્વમાં ચર્ચા!

તાલિબાનોના આ બદલાયેલા વલણથી વિશ્વ પણ આશ્ચર્યમાં ગરકાવ છે. ચર્ચા એ વાતની થઈ રહી છે કે તાલિબાનનો ઈતિહાસ ખૂબ ભયાનક રહ્યો છે. તેથી તેની પર કેવીરીતે ભરોસો મુકી શકાય. પરંતુ તાલિબાન સમર્થક અમુક દેશો તેને લઇને સકારાત્મક નિવેદન આપી રહ્યાં છે. જે સંદર્ભે શ્રીલંકાનું નિવેદન પણ સામે આવ્યું છે. શ્રીલંકા તરફથી એવુ પણ કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તેમના જે નાગરિકો ફસાયેલા છે તેને બહાર કાઢવા માટે અમેરિકા, યુકે, ભારત, પાકિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મદદ માંગવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ