બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Spouse suffering epilepsy not a ground for divorce under Hindu Marriage Act: Bombay High Court

ન્યાયિક / જીવનસાથીની ગંભીર બીમારી છૂટાછેડાનો આધાર ન બની શકે, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Hiralal

Last Updated: 03:55 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું જણાવ્યું કે હિંદુ મેરિજ એક્ટમાં કહેવાયું છે કે જીવનસાથીની ગંભીર બીમારી છૂટાછેડાનો આધાર ન બની શકે.

  • બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો 
  • જીવનસાથીની ગંભીર બીમારી છૂટાછેડાનો આધાર ન બની શકે
  • હાઈકોર્ટે આપ્યું હિંદુ મેરિજ એક્ટનું ઉદાહરણ 

હિંદુ મેરિજ એક્ટમાં જણાવાયું છે કે જીવનસાથીની ગંભીર બીમારી છૂટાછેડાનો આધાર ન બની શકે. હાઈકોર્ટે આને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જો તમારા જીવનસાથી કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય તો હિંદુ મેરેજ એક્ટ મુજબ તેને છૂટાછેડાનું કારણ ગણી શકાય નહીં. તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઘણા પુરાવા છે જે બતાવે છે કે આવી કોઈ તબીબી સ્થિતિ પતિ-પત્ની માટે સાથે રહેવું મુશ્કેલ બનાવે છે.એમ કહીને હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે 2016ની ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

હાઈકોર્ટે પતિના આરોપ ફગાવ્યાં 
જસ્ટીસ વિનય જોશી અને વાલ્મીકિ એસએ મેન્ઝીઝની ખંડપીઠે પતિ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. પતિએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, પત્નીને વાઈની બીમારી છે. વાઈના કારણે તેમની પત્નીનું માનસિક સંતુલન બગડી ગયું છે અને વાઈ એક અસાધ્ય રોગ છે. પતિએ જણાવ્યું કે વાઈના કારણે પત્નીનું વર્તન અસામાન્ય થઈ ગયું છે. તે આત્મહત્યા કરવાની ધમકી આપે છે. કોર્ટે પતિના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે વાઈ કોઈ એવી બીમારી નથી કે જેનો ઈલાજ ન થઈ શકે. હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1)(3) મુજબ આ આરોપોના આધારે છૂટાછેડા આપી શકાય નહીં.

કોર્ટે એક દાખલો પણ આપ્યો 
સુનાવણી દરમિયાન કોર્ટે રઘુનાથ ગોપાલ દફતરદાર વિરુદ્ધ વિજય રઘુનાથ ઓફિસદાર કેસનું ઉદાહરણ આપ્યું હતું. કોર્ટે કહ્યું કે, બંને કેસ અલગ-અલગ છે, પરંતુ એક દલીલ એવી છે જે બંને કેસમાં લાગુ પડે છે. એવા ઘણા તબીબી પુરાવા છે જે સૂચવે છે કે આવી પરિસ્થિતિ પતિ અને પત્ની સાથે રહેવામાં અવરોધરૂપ નથી.

વાઈની બીમારી ઠીક થઈ શકે
કોર્ટનું એવું પણ તારણ હતું કે વાઈ કંઈ એટલી બધી ગંભીર બીમારી નથી કે તેની સારવાર ન થઈ શકે. વાઈ મટી શકે તેવી બીમારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ