ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK: ખરાબ રીતે ફસાઈ ટીમ ઇન્ડિયા, 4 કારણોથી કોચ ગંભીર-કેપ્ટન સૂર્યાનું વધ્યું ટેન્શન

T20 વર્લ્ડ કપ 2026 / IND vs PAK: ખરાબ રીતે ફસાઈ ટીમ ઇન્ડિયા, 4 કારણોથી કોચ ગંભીર-કેપ્ટન સૂર્યાનું વધ્યું ટેન્શન

Published By: Vidhata Gothi

Last Updated: 11:47 AM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની આગલી મેચ પાકિસ્તાન સામે રમાશે. ત્યારે આ મેચ પહેલા ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે. જાણો ચાર મોટા કારણો વિશે કે જેના લીધે ટીમ ઇન્ડિયા ફસાઈ શકે છે.

ADVERTISEMENT

IND vs PAK, T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં રાજકીય વિવાદો અને બહિષ્કારની ધમકીઓને કારણે ચર્ચામાં રહેલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો 15 ફેબ્રુઆરીએ મહામુકાબલો થવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ શ્રીલંકામાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલામાં ટીમ ઇન્ડિયા કેટલાક પડકારોનો સામનો કરી રહી છે. આ ટૂર્નામેન્ટમાં પહેલી બે મેચ જીતી લીધી હોવા છતાં હાલમાં ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં જણાઈ રહી છે. જેના ચાર મોટા કારણો છે.

અભિષેક શર્માની ફિટનેસ પર સવાલ

સૌથી પહેલા વાત કરીએ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર વિશે. અભિષેક શર્માએ પહેલી મેચ પછી પેટના ઇન્ફેકશનને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ પછી તે નામિબિયા સામેની મેચમાં પણ રમ્યો નથી. જોકે, હવે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, અને ટીમ મેનેજમેન્ટ તેમના સ્વાસ્થ્યને લઈને સાવચેત છે. દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ એવો સંકેત આપ્યો કે તેને પાછા ફરવામાં હજુ એક કે બે મેચ લાગી શકે છે. ત્યારે પાકિસ્તાન સામેની મેચમાં અભિષેક શર્માની રમવાની શક્યતા નહીંવત છે, એવામાં ટીમનો તણાવ વધી શકે છે.

રિંકુ સિંહનું ખરાબ ફોર્મ

બીજો પડકાર છે કે રિંકુ સિંહનું ખરાબ ફોર્મ. મિડલ-ઓર્ડરમાં ફિનિશરની ભૂમિકા ભજવનાર રિંકુ સિંહ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરી શક્યા નથી. ટુર્નામેન્ટની પહેલી મેચમાં તે 14 બોલમાં ફક્ત 6 રનની ઇનિંગ જ રમી શક્યો હતો. તેણે એક પણ ફોર કે સિક્સર ફટકારી નહીં. જ્યારે બીજી મેચમાં, તે 6 બોલમાં ફક્ત 1 જ રન કરી શક્યો, જેને લીધે ટીમ ઇન્ડિયાની ચિંતા વધી ગઈ છે. રિંકુ સામાન્ય રીતે તેની વિસ્ફોટક બેટિંગ માટે ઓળખાય છે, પણ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તો તેના બેટથી કોઈ કમાલ થઈ નથી.

vtv app promotion

સ્પિનર્સ સામે બેટ્સમેન ધોવાયા

નામીબિયા સામેની મેચમાં ભારતે 209 રન બનાવ્યા, પરંતુ મિડલ ઓવર્સમાં સ્પિન સામે ટીમ ફસાઈ ગઈ. બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ અને ગેરહાર્ડ ઇરાસ્મસ જેવા નામીબિયાના સ્પિનર્સે વિકેટ લીધી અને મિડલ ઓવરમાં ભારતને રોકી દીધું. ત્યારે આનાથી ફરી એકવાર સ્પિન સામે ભારતીય બેટ્સમેનોની નબળાઈ સામે આવી ગઈ છે. પાકિસ્તાન પાસે મજબૂત સ્પિન એટેક છે, અને કોલંબોની પીચ સ્પિન-ફ્રેન્ડલી હોઈ શકે છે, જે ટીમ ઇન્ડિયા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: 6,6,6,6... ઈશાન કિશને નામિબીયા સામેની મેચમાં કરી ધુઆધાર બેટિંગ, તોફાની ઈનિંગથી અનેક રેકોર્ડ્સ

પાવરપ્લેમાં બોલિંગની નબળાઈ

નામીબિયાએ પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી અને ભારતના બોલરો શરૂઆતમાં મોંઘા સાબિત થયા. પાવરપ્લેમાં રન આપવાને કારણે ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો. નામીબિયાએ પહેલી છ ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 57 રન કર્યા. પાકિસ્તાન સામે પાવરપ્લે નિર્ણાયક થઈ શકે છે, જ્યાં તેમના ઓપનર્સ આક્રમક બની શકે છે. ભારતના બોલરોને વધુ સારા કંટ્રોલની જરૂર છે, નહીં તો પાકિસ્તાન મોટો સ્કોર બનાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs PAK Team India T20 World Cup 2026

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ