બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદી સંકટના વાદળો, માનો રદ થઈ, તો કોને નુકસાન, કોને ફાયદો?
Last Updated: 11:55 AM, 14 February 2026
T20 World Cup 2026 IND vs PAK: હંમેશાથી જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની વાત આવે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. એમાં પણ T20 વર્લ્ડ કપમાં જ્યારે પણ બંને દેશોની ટીમો આમને-સામને આવે ત્યારે આ ઉત્સાહ વધી જાય છે. કારણ કે T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનનો સ્કોર 7-1 છે. એમાં પણ આ T20 વર્લ્ડ કપમાં અગાઉ પાકિસ્તાને ભારત સાથે મેચ રમવાનો બહિષ્કાર કર્યો હતો અને પછી યુ-ટર્ન લઈ લીધો. હવે ચાહકોમાં એ વાતને લઈને રસ વધી રહ્યો છે કે એશિયા કપ 2025 દરમિયાન બંને ટીમો વચ્ચે જે ગરમાગરમી હતી, તે યથાવત રહેશે કે પછી સ્થિતિ બદલાશે. જો કે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં વરસાદની આગાહીને લીધે આ ઉત્સાહ, અપેક્ષા અને ઉત્તેજના ઓછી થઈ શકે છે.
ADVERTISEMENT
#WATCH | ICC T20 World Cup: Indian Cricket Team leaves for Sri Lanka's Colombo from Delhi airport
— ANI (@ANI) February 13, 2026
India will face Pakistan on February 15 at the R. Premadasa Stadium in Colombo. pic.twitter.com/06aSHtdFhb
ADVERTISEMENT
રવિવારે 15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે ગ્રુપ-Aમાં ટક્કર થવાની છે. આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. પરંતુ આ મેચને લઈને જે પણ ઉત્સાહ ચાહકોને થઈ રહ્યો છે એ બધો જ ખતમ થઈ જશે, જો શ્રીલંકાના હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ. શુક્રવારે, હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું કે રવિવાર 15 ફેબ્રુઆરીએ દક્ષિણપૂર્વમાં લો-પ્રેશર એરિયા બની શકે છે, જેના લીધે લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.
#WATCH | ICC T20 World Cup: Indian Cricket Team arrive in Sri Lanka's Colombo
— ANI (@ANI) February 13, 2026
India will face Pakistan on February 15 at the R. Premadasa Stadium in Colombo. pic.twitter.com/E2jPmrqKYi
ADVERTISEMENT
વરસાદની વાત કરીએ તો સરકારી નિવેદનમાં તેનો સીધો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પણ હવામાન પર દેખરેખ કરતી વેબસાઇટ્સ પ્રમાણે રવિવારે સાંજે 6 વાગે, 7 વાગે અને 8 વાગ્યાની વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. જો આવું થયું, તો મેચ કેન્સલ થઈ શકે છે. એવામાં બંને ટીમોએ એક-એક પોઇન્ટ શેર કરવો પડશે.

ADVERTISEMENT
જો મેચ રદ થઈ તો કોને ફાયદો-કોને નુકસાન?
હવે સવાલ એ છે કે જો આ મેચ રદ થઈ તો કઈ ટીમને ફાયદો થશે અને કઈ ટીમને નુકસાન થશે? ફાયદાની વાત કરી તો આ બંને ટીમો માટે ફાયદાકારક રહેશે, કારણ કે હાલમાં બંને પાસે 4-4 પોઇન્ટ્સ છે. મેચ રદ થવાની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનના 5-5 પોઇન્ટ્સ થઈ જશે અને બંને સુપર-8 માટે ક્વોલિફાય થઈ જશે. નુકસાનની વાત કરી તો આ યુએસએ અને નેધરલેન્ડ્સ માટે નુકસાનકારક સાબિત થશે. ખાસ કરીને, યુએસએ સતત બીજી વખત સુપર-8માં પહોંચવાની તક ગુમાવી દેશે. નેધરલેન્ડ્સ અને યુએસએ બંને પાસે 2-2 પોઇન્ટ્સ છે અને તેમની હવે ફક્ત એક જ મેચ બાકી છે. જો આ બંને મેચ જીતી પણ જાય છે તો પણ 4-4 પોઇન્ટ્સ થઈ જશે, પરંતુ તે પૂરતા નહીં હોય.
ADVERTISEMENT
આ પણ વાંચો:ક્યાં-ક્યારે અને કેટલાં વાગે રમાશે IND vs PAK મેચ? અહીં ક્લિક કરીને જોઈ શકશો Live સ્ટ્રીમિંગ
બીજી તરફ ભારત-પાકિસ્તાન મેચ રમાય છે અને પરિણામ આવે છે, તો એક ટીમ આગળના રાઉન્ડમાં પહોંચી જશે, પણ બીજી ટીમે નેધરલેન્ડ્સ અને યુએસએ સાથે તકકાર લેવી પડશે. જોકે, આમાં નેધરલેન્ડ્સનો રસ્તો મુશ્કેલ છે, કારણ કે તેની છેલ્લી મેચ ભારત સામે છે. જ્યારે યુએસએની છેલ્લી મેચ નામીબિયા સાથે છે, જે એક પણ મેચ જીતી શકી નથી. જો ટીમ ઇન્ડિયા 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાનને હરાવે છે, અને પછી નામીબિયા પણ ઉલટફેર કરીને પાકિસ્તાનને હરાવે છે, જ્યારે પોતે યુએસએ સામે હારી જાય છે, તો યુએસએ ટીમ પણ આગામી રાઉન્ડમાં પહોંચી જશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.