ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્યાં-ક્યારે અને કેટલાં વાગે રમાશે IND vs PAK મેચ? અહીં ક્લિક કરીને જોઈ શકશો Live સ્ટ્રીમિંગ

T20 વર્લ્ડ કપ 2026 / ક્યાં-ક્યારે અને કેટલાં વાગે રમાશે IND vs PAK મેચ? અહીં ક્લિક કરીને જોઈ શકશો Live સ્ટ્રીમિંગ

Published By: Vidhata Gothi

Last Updated: 01:58 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK Match: T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની આગલી મેચ પાકિસ્તાન સામે રમાશે. ત્યારે આ મેચ પહેલા ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે. જાણો ચાર મોટા કારણો વિશે કે જેના લીધે ટીમ ઇન્ડિયા ફસાઈ શકે છે.

ADVERTISEMENT

T20 World Cup 2026 IND vs PAK: ભારતની આગામી મેચ પાકિસ્તાન સામે છે. અત્યાર સુધી, ટીમ ઇન્ડિયાએ તેની બંને મેચ ભારતમાં જ રમી, જે સાંજે 7 વાગ્યે શરૂ થઈ હતી. હવે, ટીમનો મુકાબલો પાકિસ્તન સાથે શ્રીલંકામાં છે. ચાલો જેની આ મેચ ક્યારે અને કયા સમયે રમાશે અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે.

T20 વર્લ્ડ કપ 2026માં રાજકીય વિવાદો અને બહિષ્કારની ધમકીઓને કારણે ચર્ચામાં રહેલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો 15 ફેબ્રુઆરીએ મહામુકાબલો થવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ શ્રીલંકામાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે બધા જ ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો અત્યાર સુધી સારી દેખાઈ રહી છે. ભારતે શરૂઆતની મુંબઈ અને દિલ્હીમાં રમાયેલી યુએસએ અને નામીબિયા સામેની બંને મેચ સરળતાથી જીતી લીધી છે. પરંતુ હવે પાકિસ્તાન સામેની મેચ શ્રીલંકામાં છે. ચાલો જાણીએ આ મેચ ક્યારે અને કયા સમયે રમાશે અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે.

ટીમ ઇન્ડિયાની જેમ જ પાકિસ્તાને પણ તેની બંને શરૂઆતની મેચ જીતી છે. જોકે નેધરલેન્ડ્સ સામેની પહેલી મેચમાં પાકિસ્તાન ઉલટફેરનો શિકાર થતાં બચી ગઈ, જેમાં ટીમની બેટિંગ ખરાબ હતી, પરંતુ યુએસએ સામે બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું અને 190 રન બનાવ્યા. પરંતુ પાકિસ્તાન જાણે છે કે તેનો વાસ્તવિક પડકાર તો ભારત સામે છે.

vtv app promotion

ભારત-પાકિસ્તાન હેડ-ટુ-હેડ

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનું પલડું હંમેશા ભારે રહ્યું છે. T20 વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધી પાકિસ્તાન સામે 8 મેચ રમી છે, જેમાંથી 7 મેચ જીતી છે. જ્યારે T20 ઇન્ટરનેશનલ ભારત અને પાકિસ્તાન 16 વખત એકબીજા સામે ટકરાયા છે, જેમાં ભારતે 13 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત 3 મેચ જીતી છે. ભારતનો રેકોર્ડ પ્રભાવશાળી છે, ત્યારે પાકિસ્તાન સામેની આગામી મેચમાં ભારત પર પણ પ્રેશર રહેશે. આ બંને દેશો માટે પ્રતિષ્ઠાની લડાઈ છે, જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે. ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને પાકિસ્તાન સાથે T20 વર્લ્ડ કપમાં પોતાનો રેકોર્ડ 8-1 કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: પાકિસ્તાન વિરૂદ્ધ અભિષેક શર્મા નહીં રમે? વરૂણ ચક્રવર્તીએ આપી લેટેસ્ટ અપડેટ

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યાં રમાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ છે, આ T20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચ હશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકાના કોલંબોના આ પ્રેમદાસા સ્ટેડિયમ રમાશે. 15 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપ 2026ની 3 મેચ રમાશે, પહેલી મેચ સવારે 11 વાગે, બીજી મેચ બપોરે 3 વાગે છે. જ્યારે ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે, જે સાંજે 7 વાગે શરૂ થશે અને ટોસ 6.30 વાગે થશે.

મેચ લાઇવ ક્યાં જોઈ શકાશે?

ભારત અને નામીબિયા વચ્ચેની મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે. આ સિવાય જિયો હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan Match Time T20 World Cup 2026 India vs Pakistan Live Streaming

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ