ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાન વિરૂદ્ધ અભિષેક શર્મા નહીં રમે? વરૂણ ચક્રવર્તીએ આપી લેટેસ્ટ અપડેટ

IND vs PAK / પાકિસ્તાન વિરૂદ્ધ અભિષેક શર્મા નહીં રમે? વરૂણ ચક્રવર્તીએ આપી લેટેસ્ટ અપડેટ

Published By: Vidhata Gothi

Last Updated: 12:59 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Abhishek Sharma Fitness: T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયા 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે પોતાની ત્રીજી મેચ રમશે. આ મેચ પહેલા, ભારતીય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ ઓપનર અભિષેક શર્માની ફિટનેસ અંગે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે.

ADVERTISEMENT

T20 World Cup 2026, Abhishek Sharma Fitness: T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયાની શરૂઆત દમદાર થઈ છે. લીગ સ્ટેજમાં ભારતે 2 મેચ રમીને બંને મેચ જીતી લીધી છે. 2 જીત સાથે ટીમ ઇન્ડિયા પોતાના ગ્રૂપમાં ટૉપ પર છે. જો કે ગ્રુપ સ્ટેજમાં હવે આગામી મેચ 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમવાની છે. આ મહામુકાબલો કોલંબોમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે. અભિષેક શર્મા પેટમાં ઇન્ફેકશનને કારણે હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને તેણે નામીબિયા સામેની મેચ રમી ન હતી. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે શું તે પાકિસ્તાન સામેની મેચ રમવા મેદાનમાં ઉતરશે? ત્યારે વરુણ ચક્રવર્તીએ અભિષેક શર્માની હેલ્થ પર અપડેટ આપ્યું છે.

ભારતીય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ ઓપનર અભિષેક શર્માની ફિટનેસ અંગે સારી અપડેટ આપી છે. જણાવી દઈએ કે યુએસએ સામેની મેચ બાદ અભિષેક શર્માને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેણે એ મેચમાં ગોલ્ડન ડક બનાવ્યું હતું અને નામીબિયા સામેની મેચ મિસ કરી હતી. જો કે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે નામીબિયા સામેની મેચ દરમિયાન ડગઆઉટમાં હાજર હતો. નામીબિયા મેચ બાદ, વરુણ ચક્રવર્તીએ પણ મોટી અપડેટ આપતા કહ્યું કે અભિષેકે નામીબિયા સામેની મેચ પહેલા પ્રેક્ટિસ કરી હતી અને તે સ્વસ્થ અનુભવી રહ્યો હતો. વરુણે આશા વ્યક્ત કરી છે કે અભિષેક આગામી મેચમાં રમશે.

vtv app promotion

વરુણ ચક્રવર્તીએ કહ્યું - મને લાગે છે કે તે આગામી મેચ રમશે. મને નક્કી નથી ખબર, જ્યાં સુધી મેં તેની સાથે વાત કરી છે, તે ઠીક લાગી રહ્યો છે. તેણે આજે થોડી પ્રેક્ટિસ પણ કરી હતી. તેણે કહ્યું કે તે જલ્દી જ પાછો આવશે. જોકે, ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસના સમયે કહ્યું હતું કે અભિષેક હજુ એક કે બે મેચ મિસ કરી શકે છે. એવામાં જો કોલંબો પહોંચવા સુધી અભિષેક સ્વસ્થ હોય અને રમવા માટે તૈયાર થઈ જાય છે તો તે મેચમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો: IND vs PAK: ખરાબ રીતે ફસાઈ ટીમ ઇન્ડિયા, 4 કારણોથી કોચ ગંભીર-કેપ્ટન સૂર્યાનું વધ્યું ટેન્શન

જીત સાથે મળી જશે સુપર-8ની ટિકિટ

આ હાઇ-વોલ્ટેજ મેચ ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. આ મેચમાં જીત સાથે જ સુપર-8માં જગ્યા નિશ્ચિત થઈ જશે. હાલમાં, ભારતીય ટીમ બે મેચમાં બે જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. પાકિસ્તાને પણ તેની શરૂઆતની બંને મેચ જીતી છે. તેના પણ ચાર પોઇન્ટ છે, એટલે કે આ મેચ જીતનારી ટીમ સીધી સુપર-8 માટે ક્વોલિફાય કરી લેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Abhishek Sharma Fitness T20 World Cup 2026 IND vs PAK Match

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ