બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / BCCI ઇચ્છે તો પણ ટીમ ઇન્ડિયામાં વૈભવ સૂર્યવંશીને મોકો ના આપી શકે, જુઓ ICCનો નિયમ
Last Updated: 01:46 PM, 7 February 2026
અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ જે જબરદસ્ત બેટિંગ કરી કે તેની ગૂંજ આખા ક્રિકેટ જગતમાં સંભળાઈ રહી છે. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં વૈભવે 80 બોલમાં 175 રન કર્યા. આ માત્ર એક ઇનિંગ ન હતી, પણ રેકોર્ડ બૂક પર સીધો કબજો હતો. 15 છગ્ગા, જબરદસ્ત સ્ટ્રાઇક રેટ અને એવી રમત કે જેને ફાઇનલ જેવી મોટી મેચ પણ એકતરફી બનાવી દીધી. બિહારના 14 વર્ષીય આ ખેલાડીને જોઈને ચાહકોને સવાલ ઉઠે છે કે જો વૈભવ ઇંગ્લેન્ડના બેસ્ટ યુવા બોલરોને ધોઈ શકે છે અને IPLમાં પણ જબરદસ્ત સેન્ચુરી ફટકારી શકે છે, તો તેને સિનિયર ઇન્ડિયન ટીમમાં કેમ સામેલ ન કરવામાં આવે? આનો જવાબ છે - ICCનો નિયમ.
ADVERTISEMENT
4⃣3⃣9⃣ Runs
— BCCI (@BCCI) February 6, 2026
6⃣2⃣.7⃣1⃣ Average
1⃣7⃣5⃣ Highest
3⃣ Fifties and 1⃣ Hundred
For his staggering impact with the bat, Vaibhav Sooryavanshi is named the Player of the Tournament at the #U19WorldCup 2026 👌👌
Updates ▶️ https://t.co/hisult6ODX pic.twitter.com/hqMQZB0LrO
ADVERTISEMENT
ભલે કેટલાય પણ રેકોર્ડ બનાવ્યા હોય કે જબરદસ્ત ઈનિંગ્સ રમી હોય, પણ વૈભવ સૂર્યવંશી સિનિયર ટીમમાં ન રમી શકે. વૈભવ સામે સૌથી મોટો અવરોધ ICCની લઘુત્તમ વયમર્યાદા છે. 2020માં લાગુ કરાયેલા નિયમ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ખેલાડીની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જરૂરી છે. આ નિયમ ખેલાડીઓની શારીરિક અને માનસિક સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
Saving his best performance of the tournament for the biggest game of all 👏
— BCCI (@BCCI) February 6, 2026
Vaibhav Sooryavanshi is the Player of the Match in the final for his record-shattering knock 🙌
India U19 win by 100 runs 🏆
Updates ▶️ https://t.co/hisult6ODX #U19WorldCup pic.twitter.com/LYehNgp3Xg
ADVERTISEMENT
વૈભવનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો. ફેબ્રુઆરી 2026માં જ્યારે તેણે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેની ઉંમર હજુ 14 વર્ષ જ છે. એટલે કે ભલે તે બિહાર માટે 36 બોલમાં સદી ફટકારે કે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે બોલરોને ધોઈ નાખે, પણ 27 માર્ચ 2026 પહેલા સિનિયર ટીમમાં તેની પસંદગી થવી શક્ય નથી.

ADVERTISEMENT
વધુ એક રસપ્રદ વાત એ છે કે તે ભલે ઉંમરમાં નાનો હોય, પણ હવે તે ફરીવાર અંડર-19 ટીમ માટે વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. સિનિયર ટીમમાં રમવા માટે ICCની લઘુત્તમ વયમર્યાદાનો નિયમ અવરોધ છે, ત્યારે હવે અંડર-19 વર્લ્ડ કપ રમવા માટે BCCIનો નિયમ અવરોધ બનશે. BCCIનો સખત નિયમ છે કે એક ખેલાડી અંડર-19 વર્લ્ડ કપમાં ફક્ત એક જ વાર રમી શકે. આ નિયમનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક ટુર્નામેન્ટમાં નવા ખેલાડીઓને તક મળે અને કોઈ પણ ખેલાડી એ ઉંમરની ટીમનો 'સ્પેશિયાલિસ્ટ' ન બની જાય. અંડર-19 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા પછી હવે વૈભવ 2028 અથવા 2030ના અંડર-19 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં, ભલે તે ઉંમરની દ્રષ્ટિએ હજુ પણ અંડર-19 જ હોય.
આ પણ વાંચો: U19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માટે BCCI વતી કરોડોનું ઇનામ જાહેર, ICCએ તો...!
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.