બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / U19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માટે BCCI વતી કરોડોનું ઇનામ જાહેર, ICCએ તો...!
Last Updated: 01:38 PM, 7 February 2026
જુનિયર ક્રિકેટમાં ફરી એકવાર આખી દુનિયાએ ભારતનો દબદબો જોઈ લીધો છે. અંડર-19 ક્રિકેટમાં વિશ્વની સૌથી સફળ ટીમ ભારત ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપ 2026 જીતી લીધો. આ સાથે, ટીમ ઇન્ડિયા રેકોર્ડ છઠ્ઠી વખત આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની ગઈ. વૈભવ સૂર્યવંશી સહિત ભારતના આ યુવા ખેલાડીઓની સફળતા પર હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઉદારતા દાખવીને મોટા ઇનામની જાહેરાત કરી છે. બોર્ડ તરફથી આખી ટીમને 7.5 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
ADVERTISEMENT
📸 📸
— BCCI (@BCCI) February 6, 2026
Moments they will never forget! 🙌
Let the celebrations begin 🇮🇳#U19WorldCup pic.twitter.com/wGpdChSbWW
ADVERTISEMENT
હરારેમાં શુક્રવાર 6 ફેબ્રુઆરીના રોજ રમાયેલી ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવી દીધું. આ જીત સાથે જ ટીમ ઇન્ડિયા છઠ્ઠી વખત અંડર-19 ચેમ્પિયન બની ગઈ. ભારતે છેલ્લો વર્લ્ડ કપ 2022 પણ ઇંગ્લેન્ડ સામે જ જીત્યો હતો. જો કે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીત્યા પછી પણ ICC તરફથી કોઈ ઇનામ નથી મળ્યું અને ખેલાડીઓ માત્ર મેડલ લઈને જ પાછા ફર્યા. અંડર-19 સ્તરે ICC કોઈ પ્રકારનું આર્થિક ઇનામ નથી કારણ કે આ ટુર્નામેન્ટને યુવા ખેલાડીઓના વિકાસ તરીકે જોવામાં આવે છે.
🚨 News 🚨
— BCCI (@BCCI) February 6, 2026
BCCI congratulates India Under-19 team on sixth ICC Men's Under-19 World Cup triumph.
Details 🔽 | #U19WorldCup https://t.co/OG56zLQf1L
ADVERTISEMENT
ICCએ તો તેની પોલિસી પ્રમાણે વિજેતા ભારતીય ટીમને ઇનામ નથી આપ્યું, પણ BCCIએ પોતાની પોલિસી પ્રમાણે, દરેક સ્તરે વર્લ્ડ ચેમ્પિયન બનનાર ટીમને સન્માનિત કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો. ટાઇટલ જીત્યાના બીજા દિવસે શનિવાર 7 ફેબ્રુઆરીએ BCCI સચિવ દેવજીત સૈકિયાએ અંડર-19 ટીમની સફળતાને આખા દેશ માટે ખુશીની તક ગણાવીને 7.5 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી. અંડર-19 સ્તરે BCCI દ્વારા આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઇનામ છે. આ પહેલા 2025માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર મહિલા ટીમને ભારતીય બોર્ડે 5 કરોડ રૂપિયા આપ્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચો: U-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને ICCને ન આપી પ્રાઈઝ મની, જાણો શું છે કારણ?
ADVERTISEMENT
ફાઇનલ મેચની વાત કરીએ તો આમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને 411 રન કર્યા હતા, ટીમ ઇન્ડિયાનો પહાડ જેવો સ્કોર બનાવવામાં સૌથી મોટી ભૂમિકા 14 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીની રહી. આખી ટુર્નામેન્ટમાં 3 વાર સેન્ચુરી બનાવવાથી ચૂકી ગયેલા વૈભવે સૌથી મોટી મેચમાં કહેર વરસાવી દીધો. ભારતીય ઓપનરે માત્ર 80 રનમાં 175 રન કરીને રેકોર્ડતોડ ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડ માટે આ ટાર્ગેટ ખૂબ જ મોટો સાબિત થયો અને કૈલબ ફૉલ્કનરની સદી પછી પણ આખી ટીમ 311 રન સુધી જ પહોંચી શકી. વૈભવને પ્લેયર ઑફ ધ મેચ સિવાય ટુર્નામેન્ટમાં 439 રન કરવા માટે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.