બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / U-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને કેમ ICC એ ન આપી પ્રાઈઝ મની, આ છે કારણ

સ્પોર્ટ્સ / U-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને કેમ ICC એ ન આપી પ્રાઈઝ મની, આ છે કારણ

Published By: Jinal Chauhan

Last Updated: 01:12 PM, 7 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે શુક્રવારે અંડર-19 વર્લ્ડ કપ 2026 જીતી લીધો છે પણ ICCની નીતિના કારણે ટીમને કોઈ પ્રાઈઝ મની મળી નથી. ICC આ ટૂર્નામેન્ટને ડેવલપમેન્ટ પ્રોગ્રામ માને છે. જો કે, BCCI પહેલા પણ વિજેતા ટીમોને મોટું ઈનામ આપી ચુક્યો છે અને આ વખતે પણ ખેલાડીઓને પુરસ્કાર મળવાની આશા છે.

ભારતે શુક્રવારે અંડર-19 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતી લીધો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમવામાં આવેલા ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસિલ કર્યું છે. ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીના 80 બોલમાં 175 રનના ઐતિહાસિક ઈનિંગની જીતનું સૌથી મોટું કારણ બન્યું છે. જો કે ખિતાબ જીત્યા છતા ભારતીય ખેલાડીઓને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી એક પણ રૂપિયા પ્રાઈઝ મની નહીં મળે.

આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપમાં રમી રહેલી ભારતીય અંડર-19 ટીમે પુરી ટૂર્નામેન્ટમાં જોરદાર પરફો્મ કર્યું પણ ICCની પોલિસીના કારણે અંડર-19 વર્લ્ડ કપને એક ડેવલપમેન્ટ ટૂર્નામેન્ટ માનવામાં આવે છે. આજ કારણે ICC આ સ્પર્ધામાં ભાગ લેવારી કોઈ પણ ટીમને પ્રાઈઝ મની આપતું નથી. ICCનું માનવું છે કે અંડર-19 વર્લ્ડ કપ યુવા ખેલાડીઓના માર્ગદર્શન અને વિકાસ માટે આયોજિત કરાઈ છે. બોર્ડ પહેલા જ તમામ સભ્યો દેશોને ક્રિકેટ ડેવલપમેન્ટ હેઠળ ICC રાજસ્વનો હિસ્સો આપે છે. એવામાં આ ટૂર્નામેન્ટ માટે અલગથી પ્રાઈઝ મની આપવી ડબલ રિવોર્ડ માનવામાં આવશે.

જોકે એનો અર્થ એ નથી કે ખેલાડીઓને કોઈ ઈનામ નહીં મળે. ICC ભલે જ પ્રાઈઝ મની ન આપે પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા અંડર-19 ટીમોને જીત પછી મોટા મોટા ઈનામ આપ્યા છે.

વર્ષ 2022માં યશ ઢુલની કેપ્ટનશીપમાં અંડર-19 વર્લ્ડ કપ જીતનારા ભારતીય ટીમને BCCIએ પ્રતિ ખેલાડી 40 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 25 લાખ રૂપિયા આપ્યા હતા. સાથે જ 2023 અને 2025માં અંડર -19 મહિલા વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને કુલ પાંચ કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.

એવામાં આશા કરવામાં આવી રહી છે કે વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે અને અન્ય ખેલાડીઓ માટે પણ BCCI ટૂંક સમયમાં ઈનામની જાહેરાત કરશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઈશાન ટુર્નામેન્ટમાંથી બહાર, આ ફાસ્ટ બોલર 3 વર્ષ પછી પાછો ફર્યો, 12 કલાક પહેલા ટીમ બદલવી પડી

વૈભવ સૂર્યવંશીને ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં “પ્લેયર ઓફ ધ મેચ” અને આખા ટૂર્નામેન્ટ માટે “પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ” બંને એવોર્ડ મળ્યા કારણ કે તેમણે ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં માત્ર 80 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા હતા અને સમગ્ર ટૂર્નામેન્ટમાં કુલ 439 રન બનાવી સૌથી વધુ 30 છગ્ગા પણ માર્યા આ બંને એવોર્ડ જીતનાર તેઓ U-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલા ખેલાડી બન્યા અને તેમણે આ સફળતા ટીમના સપોર્ટ સ્ટાફને સમર્પિત કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Prize Money U-19 World Cup

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ