ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Namibiaની આજે મેચ, જુઓ ક્યાં કેટલાં વાગ્યે જોઈ શકશો Live સ્ટ્રીમિંગ?

T20 વર્લ્ડ કપ 2026 / India vs Namibiaની આજે મેચ, જુઓ ક્યાં કેટલાં વાગ્યે જોઈ શકશો Live સ્ટ્રીમિંગ?

Published By: Vidhata Gothi

Last Updated: 11:05 AM, 12 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Namibia Live Streaming: T20 વર્લ્ડ કપ 2026માં આજે ભારતની બીજી મેચ નામીબિયા સાથે છે. આજે કુલ 3 મેચ છે. જાણો ટીમ ઇન્ડિયાની મેચ કેટલા વાગે શરૂ થશે અને તેનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં થશે.

ADVERTISEMENT

T20 World Cup 2026 India vs Namibia: T20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ સ્ટેજમાં ભારતીય ક્રિકેટ ટીમની બીજી મેચ આજે નામીબિયા સાથે છે. ભારતે આ ટૂર્નામેન્ટની પહેલી મેચ યુએસએ સામે જીતી હતી. જ્યારે નામીબિયાની પહેલી મેચ નેધરલેન્ડ સાથે હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચમાં અભિષેક શર્માને આરામ આપવામાં આવી શકે છે, જે પેટમાં ઇન્ફેકશનને કારણે 2 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો. જસપ્રીત બુમરાહની વાપસી થઈ શકે છે. જાણો આ મેચ કેટલા વાગે શરૂ થશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ કઈ એપ પર થશે.

ભારત અને નામીબિયા વચ્ચેની મેચમાં જસપ્રીત બુમરાહની વાપસી સંભવ છે, જે વાયરલ ફિવરને કારણે ગઈ મેચમાં રમી શક્યા ન હતા. તેની વાપસીથી મોહમ્મદ સિરાજને બહાર કરવામાં આવી શકે છે, જેને ગઈ મેચમાં 3 વિકેટ લીધી હતી. અભિષેક શર્મા જો નથી રમતો, તો ઈશાન કિશન સાથે સંજુ સેમસન ઓપનિંગ કરી શકે છે. સંજુ છેલ્લી મેચમાં રમ્યા ન હતા.

ભારત અને નામીબિયા વચ્ચેની મેચ ક્યાં રમાશે?

ભારત અને નામીબિયા વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપ 2026ની બીજી મેચ હશે. પહેલી મેચમાં નેધરલેન્ડે અહીં જ નામીબિયાને હરાવ્યું હતું. આજે T20 વર્લ્ડ કપ 2026ની 3 મેચ રમાશે, પહલી મેચ સવારે 11 વાગે, બીજી મેચ બપોરે 3 વાગે છે. જ્યારે ત્રીજી મેચ ભારત અને નામીબિયા વચ્ચે રમાશે, જે સાંજે 7 વાગે શરૂ થશે અને ટોસ 6.30 વાગે થશે.

vtv app promotion

મેચ લાઇવ ક્યાં જોઈ શકાશે?

ભારત અને નામીબિયા વચ્ચેની મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે. આ સિવાય જિયો હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે.

આ પણ વાંચો: IND vs PAK હાઈ વોલ્ટેજ મેચ પહેલાં જ ફ્લાઇટના રેટ આસમાને, ભાડું 1.45 લાખને પાર

ભારતની સંભવિત પ્લેઇંગ 11

સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Namibia India vs Namibia Live Streaming T20 World Cup 2026

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ