બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK હાઈ વોલ્ટેજ મેચ પહેલાં જ ફ્લાઇટના રેટ આસમાને, ભાડું 1.45 લાખને પાર

ક્રેઝની અસર / IND vs PAK હાઈ વોલ્ટેજ મેચ પહેલાં જ ફ્લાઇટના રેટ આસમાને, ભાડું 1.45 લાખને પાર

Published By: Vidhata Gothi

Last Updated: 11:49 AM, 11 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2026, IND vs PAK: T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મેચ રમવાની છે, ત્યારે આ મેચના કારણે રોકેટની સ્પીડથી ફ્લાઇટ અને હોટલના ભાડાં વધ્યા છે.

IND vs PAK Match Craze: T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાના નિર્ણય પછી કોલંબોની યાત્રા મોંઘી થઈ ગઈ છે. પાકિસ્તાનના 15 ફેબ્રુઆરીએ ભારત સાથે મેચ રમવાના નિર્ણય પછી કોલંબોની ફ્લાઇટ ટિકિટ અને ત્યાંનાં હોટલની ભાડું વધી ગયું છે. 14 અને 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી અને મુંબઈથી કોલંબો સુધીની ફ્લાઇટ્સ માટે ભાડું પાંચ ગણું ચૂકવવું પડી શકે છે.

માહિતી પ્રમાણે, 14 અને 15 ફેબ્રુઆરીએ દિલ્હી અને મુંબઈથી કોલંબોની ફ્લાઇટનું ભાડું એક પેસેન્જર માટે 1.45 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં કોલંબોની સીધી ફ્લાઇટનું ભાડું 30 હજાર રૂપિયાની આસપાસ રહે છે. જ્યારે કોલંબોમાં મોટા હોટલના ભાડાં પણ 1.14 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે.

દિલ્હીથી કોલંબો સુધીની નોનસ્ટોપ એર ઇન્ડિયાની ફ્લાઇટનું ભાડું 90,000 થી 1.09 લાખ રૂપિયા સુધી છે. મુંબઈથી 14 ફ્રેબ્રુઆરીએ એર ઇન્ડિયાની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું 90,000 રૂપિયા સુધી છે. તો બીજી તરફ 14 અને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં થ્રી-સ્ટાર, ફોર-સ્ટાર અને ફાઇવ-સ્ટાર હોટલમાં એક રાતનું ભાડું 1.14 લાખ રૂપિયા સુધી છે. સામાન્ય દિવસોમાં કોલંબોમાં મોટી હોટલોમાં એક રૂમનું ભાડું 40,000 રૂપિયા સુધી હોય છે. જો કે નાની હોટલો અને ગેસ્ટ હાઉસમાં માત્ર બેથી ત્રણ હજાર રૂપિયામાં રૂમ મળી જશે.

vtv app promotion

અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ 15 ફેબ્રુઆરીએ ભારત સાથે મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે આ પછી ICCએ હસ્તક્ષેપ કર્યો અને તેના પછી પાકિસ્તાન મેચ રમવા માટે રાજી થયું. બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કર્યા પછી તેનું સમર્થન કરવા માટે પાકિસ્તાને આ નિર્ણય લીધો હતો. જોકે, ICC, PCB અને BCB વચ્ચે વાતચીત પછી આ મામલાનો ઉકેલ આવી ગયો હતો.

આ પણ વાંચો: BCCIએ એવી કઈ માંગ ફગાવી, કે ભારતીય ખેલાડીઓને લાગ્યો મોટો ઝટકો

પાકિસ્તાન સરકારે સોમવારે મોડી રાત્રે ભારત સામે મેચ રમવાની પરવાનગી આપી હતી. આ પછીથી ફ્લાઇટ બુકિંગમાં તેજી આવી અને એ જ કારણે હવે ફ્લાઇટના ભાડાં મોંઘા થઈ ગયા છે. આ સિવાય ભારે માંગને કારણે શ્રીલંકાની હોટલોએ પણ ભાડાંમાં વધારો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs PAK Match Craze Colombo Travel Costs T20 World Cup 2026

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ