બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:07 PM, 10 February 2026
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપની શરૂઆતમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ખેલાડીઓની એક માંગ નકારી દીધી છે. ટીમ મેનેજમેન્ટે BCCIને પૂછ્યું હતું કે શું ભારતીય ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપમાં તેમના પરિવાર સાથે ટ્રાવેલ કરી શકે છે, તો આ વિનંતી બોર્ડે નકારી દીધી. BCCIએ પહેલા જ નિયમ બનાવી દીધા હતા કે ખેલાડીઓની સાથે તેમનો પરિવાર ક્યારે કેટલા દિવસ રોકાઈ શકે છે. આ પોલિસી પ્રમાણે, T20 વર્લ્ડ કપ કેમ્પેઇન દરમિયાન ભારતીય ક્રિકેટરોની સાથે તેમના પરિવારને રહેવાની મંજૂરી નહીં હોય.
ADVERTISEMENT
Mumbai ✅ (for now) 😉
— BCCI (@BCCI) February 9, 2026
Hello New Delhi 👋
𝐓𝐫𝐚𝐯𝐞𝐥-𝐝𝐚𝐲 𝐏𝐎𝐕, 𝐟𝐭. #𝐓𝐞𝐚𝐦𝐈𝐧𝐝𝐢𝐚 #T20WorldCup | #MenInBlue pic.twitter.com/JJVsPb6vIV
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટીમ મેનેજમેન્ટે ક્રિકેટરોના પરિવારોને તેમની સાથે રહેવાની પરવાનગી આપવા અંગે માહિતી માંગી હતી. BCCIની એમ તો કોઈ રોકટોક નથી, પરંતુ સમયસીમા જરૂર નક્કી કરવામાં આવી છે. ખેલાડીઓને તેમના પરિવાર (પાર્ટનર અને બાળકો)ને વધુમાં વધુ 14 દિવસ સુધી પોતાની સાથે રાખવાની પરવાનગી આપે છે, પરંતુ એના માટે શરત એ છે કે કોઈ વિદેશ પ્રવાસ 45 દિવસોથી વધુનો હોય. ટી20 વર્લ્ડ કપ ભારતમાં રમાઈ રહ્યો છે અને એક મહિના સુધી જ આ ટુર્નામેન્ટ ચાલવાની છે તો બોર્ડે ટીમ મેનેજમેન્ટ તરફથી આવેલી વિનંતી નકારી દીધી.
ADVERTISEMENT

BCCIના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું કે ઇંડિયન ટીમ મેનેજમેન્ટે BCCIને પૂછ્યું હતું કે શું પત્નીઓ અને મંગેતર ટીમ સાથે ટ્રાવેલ કરી શકે છે અને શું તેઓ તેમની સાથ રહી પણ શકે છે? બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે પરિવાર ખેલાડીઓ સાથે નહીં રહે. જો કે જો તેઓ ઇચ્છે તો અલગથી વ્યવસ્થા કરી શકે છે. બીસીસીઆઈએ ગયા વર્ષે જ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ઘણી ગાઇડલાઇન્સ બનાવી હતી, જેના પર બોર્ડ હજુ પણ અડગ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ICCનો માસ્ટરસ્ટ્રોક, અને પાકિસ્તાને લીધો યુટર્ન, માત્ર 48 કલાકમાં જ આખી બાજી પલટાઈ ગઈ
ટીમ ઇન્ડિયાની વાત કરી તો લીગ ફેઝમાં ભારતે ચાર મેચ રમવાની હતી, જેમાંથી એક મેચ રમાઈ ચૂકી છે. એક મેચ કોલંબોમાં છે, અને લીગ ફેઝમાં ભારતીય ટીમની બે મેચ જ ભારતમાં બાકી છે. આ પછી સુપર 8 મેચ શરૂ થઈ જશે. વર્લ્ડ કપ પહેલા ઘણી દ્વિપક્ષીય સીરીઝ પણ રમાઈ હતી. એમાં પણ ખેલાડીઓને તેમના પરિવારને સાથે રાખવાની પરવાનગી ન હતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ટુર્નામેન્ટ દરમિયાન પ્રાઇવેટ ચાર્ટર પ્લેનથી ટ્રાવેલ કરશે. ખેલાક ખેલાડીઓના પર્સનલ શેફ પણ સાથે ટ્રાવેલ કરી રહ્યા છે, પણ તેઓ નજીકની હોટલમાં રોકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.