બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / "અમે ICCના નિર્ણયને...", આખરે T20 વર્લ્ડ કપમાંથી OUT થવા પર બાંગ્લાદેશે તોડ્યું મૌન

ક્રિકેટ / "અમે ICCના નિર્ણયને...", આખરે T20 વર્લ્ડ કપમાંથી OUT થવા પર બાંગ્લાદેશે તોડ્યું મૌન

Published By: Vidhata Gothi

Last Updated: 01:58 PM, 25 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશને બદલે સ્કૉટલેન્ડને ભાગ લેવાની તક મળી રહી છે. ICC બાંગ્લાદેશને આ ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું કારણ કે બીસીબીએ સુરક્ષાના કારણોનો હવાલો આપીને ભારતમાં મેચ ન રમવાનો નિર્ણય લીધો.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ T20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશને બાકાત રાખવાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નિર્ણયને સત્તાવાર રીતે સ્વીકારી લીધો છે. ICCએ પુષ્ટિ કરી છે કે ભારત અને શ્રીલંકામાં આગામી મહિને યોજાનારી આ ટુર્નામેન્ટમાં હવે બાંગ્લાદેશને બદલે સ્કૉટલેન્ડ ભાગ લેશે. હવે આ આખા ઘટનાક્રમ પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મૌન તોડ્યું છે.

BCBએ કહ્યું કે તે ICC બોર્ડના અંતિમ નિર્ણયનું સન્માન કરે છે, ભલે તેની માંગણીઓ સ્વીકારવામાં ન આવી. ICCએ બાંગ્લાદેશની મેચોને બીજા દેશમાં શિફ્ટ કરવાનો કે ગ્રુપ બદલવાનો ઇનકાર કર્યા પછી બોર્ડ પાસે આઈસીસીના નિર્ણયને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

BCB મીડિયા કમિટીના ચેરમેન અમજદ હુસૈને કહ્યું કે આ સ્થિતિ સુધી પહોંચતા પહેલા બોર્ડે દરેક સંભવી પ્રયાસ કર્યા. તેમણે કહ્યું, 'અમે અમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા. અમે આઈસીસી બોર્ડનું સન્માન કરીએ છીએ. બોર્ડનો બહુમતી અભિપ્રાય એ હતો કે મેચને કશે બીજે શિફ્ટ કરી શકાશે નહીં. આ પછી પણ અમે અમારા લેવલ પર વિનંતી કરી, પરંતુ જ્યારે તે આમ કરવા તૈયાર નથી, તો અમારી પાસે કરવા માટે કોઈ અન્ય કોઈ વિકલ્પ નથી બચતો.'

બાંગ્લાદેશ હવે અપીલ નહીં કરે

બાંગ્લાદેશ સતત એવું કહેતું રહ્યું છે કે ટીમ માટે ભારત પ્રવાસ કરવો સલામત નથી અને આ વલણ પછી બાંગ્લાદેશ સરકારની સલાહનું પણ સમર્થન મળ્યું હતું. અમજદ હુસૈને પુષ્ટિ કરી કે બીસીબીએ હવે આઈસીસીના નિર્ણયને સંપૂર્ણપણે સ્વીકારી લીધો છે અને કોઈ પણ પ્રકારની અપીલ કે મધ્યસ્થી પ્રક્રિયામાં નહીં જાય.

તેમણે કહ્યું - 'અમે આઈસીસી બોર્ડના નિર્ણયને સ્વીકારી લીધો છે. આઈસીસીએ સ્પષ્ટ કહ્યું છે કે અમે ન તો ભારત જઈને રમી શકીએ અને ન તો અમારી મેચ શ્રીલંકા શિફ્ટ કરવામાં આવી શકે છે. એવામાં અમે કોઈ અલગ મધ્યસ્થી કે અન્ય પ્રક્રિયા નથી કરી રહ્યા. અમે સરકાર સાથે વાત કરી છે. સરકારનું કહેવું છે કે વર્લ્ડ કપ રમવા ભારત જવું અમારા ખેલાડીઓ, પત્રકારો અને ટીમની સાથે જતાં તમામ લોકો માટે સુરક્ષિત નહીં હોય.'

vtv app promotion

આઈસીસીના ચેરમેન જય શાહની અધ્યક્ષતામાં દુબઈમાં યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ બેઠક બાદ આઈસીસીએ બીસીબીને પત્ર મોકલ્યો, ત્યારે બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની ઔપચારિક પુષ્ટિ થઈ ગઈ. છેલ્લા પ્રયાસ તરીકે, બીસીબીએ આ બાબતને આઈસીસીની વિવાદ નિવારણ સમિતિને મોકલવાની વિનંતી કરી હતી, પરંતુ સમિતિએ સ્પષ્ટ કર્યું કે તે અપીલ મંચ તરીકે કાર્ય કરી શકતી નથી. આ પછી આઈસીસીનો નિર્ણય પર મહોર લાગી ગઈ.

BCBએ ICC સામે મૂક્યા હતા બે વિકલ્પો

  • બાંગ્લાદેશની મેચ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે.
  • ટીમને ગ્રુપ-Cમાંથી કોઈ બીજા ગ્રુપમાં ટ્રાન્સફર કરવામાં આવે.

જોકે, આઈસીસી બોર્ડે બંને પ્રસ્તાવો ફગાવી દીધા. આઈસીસીએ પહેલા જ નક્કી કરી લીધું હતું કે જો બાંગ્લાદેશ સરકાર ભારત પ્રવાસની મંજૂરી નથી આપતી, તો ટીમને ટુર્નામેન્ટમાંથી બદલી નાખવામાં આવશે.

આ પણ વાંચો: બાંગ્લાદેશના ઓપ્શનમાં સ્કોટલેન્ડ, પરંતુ પાકિસ્તાનની ટીમ OUT થઇ, તો કયો દેશ હશે વિકલ્પ?

જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કોલકાતા નાઈટ રાઇડર્સને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરવા કહ્યું, ત્યારે તણાવ વધી ગયો. બાંગ્લાદેશમાં આને એક મોટો સંકેત માનવામાં આવ્યો, જેનાથી બોર્ડનું વલણ વધુ સખત થઈ ગયું. આઈસીસીની સ્વતંત્ર સુરક્ષા સમીક્ષામાં એ તારણ આવ્યું હતું કે ભારતમાં કોઈપણ ટીમ માટે કોઈ વિશેષ ખતરો નથી.

આમ છતાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ખેલાડીઓ, અધિકારીઓ, મીડિયા અને સમર્થકોની સુરક્ષાને લઈને અડગ રહ્યું. કોઈ પણ પ્રકારની સંમતિ ન સધાયા પછી આઈસીસીએ આખરે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો ટુર્નામેન્ટમાં સામેલ કરવાનો નિર્ણય લીધો, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ ખતમ થયો, પરંતુ બાંગ્લાદેશમાં બીસીબીની ભૂમિકા પર સવાલો વધુ તેજ થઈ ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2026 Bangladesh Cricket Board statement Bangladesh T20 World Cup Exit

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ