બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિન્ટર ઓલમ્પિક 2026ની ક્યારથી થશે શરૂઆત? Google બનાવ્યું શાનદાર Doodle

સ્પોર્ટ્સ / વિન્ટર ઓલમ્પિક 2026ની ક્યારથી થશે શરૂઆત? Google બનાવ્યું શાનદાર Doodle

Published By: Vidhata Gothi

Last Updated: 03:15 PM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Winter Olympics Google Doodle: ગુગલે વિન્ટર ઓલિમ્પિક્સ 2026ને સમર્પિત એક ડૂડલ જારી કર્યું છે, જેમાં કર્લિંગ રમત બતાવવામાં આવી છે.

Google Doodle Winter Olympics 2026: જ્યારે પણ કોઈ નાની કે મોટી ઇવેન્ટ હોય ત્યારે ગૂગલ તેનું ડૂડલ બનાવે છે. આનો હેતુ એ હોય છે કે લોકોને એ ખબર પડે કે આજે શું ખાસ છે. ત્યારે આજે વાત કરીએ આજના ખાસ ગૂગલ ડૂડલની, તો આજે વિન્ટર ઓલમ્પિકનું ડૂડલ છે, જેમાં કર્લિંગની રમત બતાવવામાં આવી છે, જેને 2018 વિન્ટર ઓલિમ્પિક્સ દરમિયાન પણ જારી કરવામાં આવ્યું હતું.

ગૂગલે વિન્ટર ઓલિમ્પિક્સ 2026ને સેલિબ્રેટ કરવા માટે તેના હોમપેજ પર એનિમેટેડ ડૂડલ કર્લિંગ 2026 લોન્ચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિન્ટર ઓલિમ્પિક્સ 2026 6 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ગેમ્સને મિલાનો-કોર્ટિના 2026 નામથી પણ ઓળખવામાં આવે છે. આની મેજબાની ઇટલી કરી રહ્યું છે. ગૂગલના વિન્ટર ઓલિમ્પિક્સ માટેના કર્લિંગ ડૂડલ પર એક ખેલાડી બરફ પર ઘૂંટણથી એક ભારે પથ્થર સરકાવતો દેખાય છે. ખેલાડીની પાછળ ઝાંખા આકાર તેની ગતિ દર્શાવે છે, જે ગૂગલના વચ્ચેના અક્ષરોની જગ્યા લઈ રહી છે.

શું હોય છે કર્લિંગની જેમ?

કર્લિંગ બરફ, પથ્થરો, કચરો વાળવાની અને બૂમો પાડવાની રમત છે. ક્રિકેટની જેમ, આ ગેમ પણ હાથ મિલાવવાથી શરૂ થાય છે અને સિક્કો ઉછાળીને ટૉસ કરવામાં આવે છે કે પહેલા કોણ જશે. ચાર લોકોની બે ટીમો વારાફરતી 44 પાઉન્ડના પથ્થર ફેંકે છે, જેનો ટાર્ગેટ 12 ફૂટનું ઘર હોય છે.

vtv app promotion

12 ફૂટના ઘરમાં બે સર્કલ હોય છે, જે એક બીજાથી 150 ફૂટના અંતરે હોય છે. દરેક ટીમ આઠ પથ્થરો ફેંકે છે, અને બધા પથ્થરો ફેંકાયા પછી, જે ટીમ પથ્થરોને સર્કલની લાલ લાઇનના સેન્ટરમાં લાવે છે, તેણે પોઇન્ટ મળે છે. દરેક ટીમનો એક કેપ્ટન હોય છે, જેને સ્કીપ કહેવાય છે, જે પથ્થર ફેંકે છે. પથ્થરોને પહેલાથી નિશ્ચિત રીતેષાં સાથે ફેંકવામાં આવે છે અને તે બરફ પર કર્લ કરીને સ્લાઇડ કરે છે, એટલે આ ગેમને કર્લિંગ કહેવામાં આવે છે. દરેક એન્ડ દરમિયાન, ખેલાડીઓ ઘરની રક્ષા માટે ગાર્ડ ફેંકી શકે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની એક એવી ટીમ, જે છે બીજા દેશની, પણ લાગશે જાણે ભારતની ના હોય!

ટાઈ થવાથી ડ્રો થાય છે અને વિરોધી ટીમના પથ્થરને હટાવવા માટે ટેકઆઉટસથી સ્કોર કરવામાં આવે છે. ફરી સ્કીપ બાકીનો સમય એક પાગલ માણસની જેમ બૂમો પડે છે, પણ ખરેખર તે પોતાના ખેલાડીઓને પથ્થરની સામે બરફને બ્રશ કરવા માટે બહાર આપીને સલાહ આપી રહ્યો હોય છે. બ્રશ કરવાથી શૉટની સ્પીડ અને દિશા બદલાઈ શકે છે. દરેક ટીમે તેના આઠ પથ્થરો ફેંક્યા પછી, હાઉસના સેન્ટરના સૌથી નજીકની ટીમ સ્કોર કરશે, અથવા જો તેમની પઅસે એક કરતાં વધારે પથ્થરો બીજી ટીમના પથ્થરો કરતાં નજીક છે, તો તેણે પણ ગણવામાં આવશે. જ્યારે બધા એન્ડ્સ રમાઈ જાય છે, તો જે ટીમના સૌથી વધારે પોઇન્ટ્સ હોય છે તે જીતી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Winter Olympics 2026 Curling Game Winter Olympics Google Doodle

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ