બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતે પહેલી T20Iમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, અભિષેક શર્માએ નાગપુરમાં ધમાલ મચાવી દીધી
Last Updated: 11:07 PM, 21 January 2026
IND Vs NZ T20 : ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની T20I શ્રેણીની શરૂઆત જોરદાર રીતે કરી છે. વાસ્તવમાં આજે એટલે કે, બુધવારે નાગપુરમાં રમાયેલી પહેલી T20I મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી.
ADVERTISEMENT
અભિષેક શર્માનું તોફાની પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 238 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. આ ઇનિંગનું મુખ્ય આકર્ષણ અભિષેક શર્માની શાનદાર બેટિંગ રહી. અભિષેકે માત્ર 35 બોલમાં 84 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં તેણે અનેક લંબા છગ્ગા ફટકારીને દર્શકોને ઝૂમી ઉઠાવ્યા.
ADVERTISEMENT
1st T20I. India Won by 48 Run(s) https://t.co/ItzV352OVv #TeamIndia #INDvNZ #1stT20I @IDFCfirstbank
— BCCI (@BCCI) January 21, 2026
સૂર્યકુમાર-અભિષેકની મહત્વની ભાગીદારી
ADVERTISEMENT
ભારતની શરૂઆત ખાસ સારી રહી ન હતી, પરંતુ ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્માએ ઇનિંગને સંભાળી લીધી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ઉપયોગી ભાગીદારી થઈ, જેના કારણે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચ્યું. સૂર્યકુમાર યાદવે ઝડપી 32 રન બનાવી ટીમને મોમેન્ટમ આપ્યો.
✌️ wickets in the last over 👏
— BCCI (@BCCI) January 21, 2026
Shivam Dube finishes #TeamIndia's bowling effort in fine fashion 🙌
Updates ▶️ https://t.co/ItzV352h5X#INDvNZ | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/tICsYGqTuN
ADVERTISEMENT
ઇનિંગના અંતિમ ભાગમાં રિંકુ સિંહે શાંત પરંતુ અસરકારક બેટિંગ કરી. તેણે 20 બોલમાં અણનમ 44 રન બનાવીને ભારતને 230 પાર પહોંચાડ્યું.

ADVERTISEMENT
લક્ષ્યનો પીછો કરતી ન્યૂઝીલેન્ડની ઇનિંગ
239 રનના મોટા લક્ષ્ય સામે ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ નબળી રહી. બીજા જ બોલે ડેવોન કોનવે આઉટ થઈ ગયા. શરૂઆતના વિકેટ ઝડપથી પડતા ગયા છતાં ગ્લેન ફિલિપ્સે એક છેડેથી શાનદાર લડત આપી. તેણે 78 રનની આક્રમક ઇનિંગ રમી, પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચો : ચહલ સંગ RJ મહવશનો તૂટ્યો સંબંધ, સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યાં
ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ બે-બે વિકેટ લઈને ન્યૂઝીલેન્ડના રન રોક્યા. અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ પણ મહત્વની વિકેટ મેળવી. નક્કી 20 ઓવરમાં ન્યૂઝીલેન્ડ માત્ર 190 રન જ બનાવી શક્યું અને ભારતે મેચ 48 રનથી જીતી લીધી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં મજબૂત શરૂઆત કરી છે. હવે બીજી મેચ રાયપુરમાં રમાશે, જ્યાં ભારતીય ટીમ પોતાની લીડ વધારવા પ્રયાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.