બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્પીપા દ્વારા UPSC પરીક્ષા માટે તાલીમ વર્ગ શરુ, ઉમેદાવારોને મળશે આટલી સુવિધા, જાણી લો ફટાફટ

કરિયર / સ્પીપા દ્વારા UPSC પરીક્ષા માટે તાલીમ વર્ગ શરુ, ઉમેદાવારોને મળશે આટલી સુવિધા, જાણી લો ફટાફટ

Published By: Vishal Khamar

Last Updated: 06:29 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા યુપીએસસી સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬ માટેના તાલીમવર્ગ ૨૦૨૫-૨૬નો આરંભ કરવામાં આવ્યો છે.

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) એ ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે. ગુજરાત સરકાર ધ્વારા વર્ષ ૧૯૯૨થી 'સ્પીપા' અમદાવાદ ખાતે ગુજરાતના વધુમાં વધુ ઉમેદવારો યુપીએસસીની પરીક્ષામાં સફળ થાય તે માટે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર-મારફત અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ શરૂ કરેલ છે.

સંસ્થા ખાતે તા.૦૩/૧૧/૨૦૨૫ (સોમવાર) ના રોજ સ્પીપા, અમદાવાદ ખાતેથી સંસ્થાના માન મહાનિર્દેશક શ્રી હારીત શુક્લા (IAS)ના માર્ગદર્શનમાં સ્પીપા- ગાંધીનગર અને પ્રાદેશિક તાલીમકેન્દ્રો (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા) ખાતે ઓનલાઇન માધ્યમથી યુપીએસસી સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬ માટેના તાલીમવર્ગ ૨૦૨૫-૨૬નો આરંભ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં પી.કે. લહેરી નિવૃત મુખ્ય સચિવ), સંસ્થાના નાયબ મહાનિર્દેશક ચંદ્રેશ કોટક (IAS), સંસ્થાના સંયુક્ત નિયામક મુકલ મહેરચંદાની (GAS) અને Unacedemyના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. મૃણાલ પટેલ ધ્વારા ઉમેદવારોને તાલીમવર્ગ સંબંધિત યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.

વધુમાં, સ્પીપા અમદાવાદ ખાતે કુલ ૫૬ તાલીમાર્થીઓ વાંચન કરી શકે તેવી ક્ષમતા ધરાવતા અદ્યતન રીડીંગ રૂમનું ઉદ્ઘાટન સંસ્થાના નાયબ મહાનિર્દેશક ચંદ્રેશ કોટક (IAS) ની ઉપસ્થિતિમાં પી.કે. લહેરી (નિવૃત મુખ્ય સચિવ) ના હસ્તે કરવામાં આવેલ.

પ્રશિક્ષણવર્ગમાં અપાતી સવલતો:-

  • સ્પીપા ધ્વારા યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષાના તાલીમવર્ગના ભાગરૂપે પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને સાક્ષાત્કાર કસોટેની સંઘન તાલીમ આપવામાં આવે છે.
  • સ્પીપા ખાતે યુપીએસસી સીવીલ સર્વિસીઝ પરીક્ષા દરેક તબક્કા માટે વિના મૂલ્યે પ્રશિક્ષણ આપવામાં આવે છે.
  • સ્પીપાની લાયબ્રેરીમાં ૫૦,૦૦૦ કરતાં પણ વધારે પુસ્તકો છે. યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવા તમામ પ્રકારના પુસ્તકો, મેગેઝીન, ન્યુઝ પેપર્સ વગેરે જરૂરી સંખ્યામાં રાખવામાં આવે છે.
  • ઉમેદવારી માટે વાંચન સારૂ અદ્યતન વોંચનાલયની વ્યવસ્થા આપવામાં આવે છે.
  • ઉમેદવારોને તૈયારી સારૂ ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી શકે તે માટે વિના મૂલ્યે વાઇ-ફાઇ ફેસીલીટી આપવામાં આવે છે.

પ્રોત્સાહન સહાય:

  • સધન પ્રોત્સાહન સહાય/ઈનામ તાલીમાર્થીઓને નીચે મુજબ આપવામાં આવે છે.
  • તાલીમવર્ગમાં પ્રવેશ મેળવ્યેથી વધુમાં વધુ સાત મહિના માટે પ્રતિમાસ રૂ.૨,000/-પ્રોત્સાહન સહાય
  • યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.૨૫,૦૦૦/- અને યુવતીને રૂ.૩૦,૦૦૦/- પ્રોત્સાહન સહાય
  • યુપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.૨૫,૦૦૦/- અને યુવતીને રૂ.૩૦,૦૦૦/- પ્રોત્સાહન સહાય
  • યુપીએસસીની પરીક્ષામાં ફાઈનલ પસંદગી પામનાર ગુજરાતના ડોમિસાઇલ યુવકને રૂ.૫૧,૦૦૦/- અને યુવતીને રૂ.૬૧,૦૦૦/- પ્રોત્સાહન સહાય તેમજ ગુજરાતના નોન-ડોમિસાઇલ યુવકને રૂ.૨૧,૦૦૦/- અને યુવતીને રૂ.૩૧,૦૦૦/- પ્રોત્સાહન સહાય.શરતોનો આધિન

આ પણ વાંચોઃ PM મોદી ફરી આવશે ગુજરાત, 15 દિવસમાં બીજી વખત લેશે મુલાકાત, કારણ ખાસ

સફળતાનો આંક

યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષા ૨૦૨૪ની પ્રિલિમ પરીક્ષામાં સ્પીપાના ચાલુ બેચના અને જૂની બેચના થઈને કુલ ૨પ૯ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરેલ. જેમાંથી કુલ ૭૦ ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે ક્વોલિફાય થયેલ અને તે પૈકી યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ના જાહેર થયેલ અંતિમ પરિણામમાં સ્પીપાના કુલ ૨૬ ઉમેદવારો આખરી પસંદગી પામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સદરહુ ૨૬ ઉમેદવારોમાં Rank 2 હર્ષિતા ગોયલ, Rank 4 માર્ગી શાહ અને Rank 30 સ્મિત પટેલનો સમાવિષ્ટ થાય છે. સ્પીપાના કુલ હાલ પર્યન્ત સુધી અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓમાં સંસ્થાના કુલ ૩૧૧ ઉમેદવારો સફળ થયેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Civil Services Exam 2026 UPSC Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ