બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:14 PM, 12 September 2025
spicejet flight emergency landing mumbai : કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરનાર સ્પાઇસ જેટ એરલાઈન્સની ઇમરજન્સી લેંડીગ કરવાની ફરજ પડી હતી. આજે બપોરે 02:02 મિનિટે કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરનાર સ્પાઇસ જેટની SG 2907 ની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના પગલે મુંબઈમાં લેંડિગ વખતે સમસ્યા સર્જાય તેવી સ્થિતિ બની અને ઇમરજન્સી સુરક્ષિત લેંન્ડિગ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આખે આખુ ટાયર પડી ગયું
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્પાઇસ જેટની આ ફ્લાઈટમાં ગેરબોક્સમાં ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટનો એક ટાયર ખુલ્યાજ નહોતો જેથી માત્ર બે ટાયરના સહારે મુંબઈમાં ફ્લાઇટ લેન્ડિંગ કરવી પડી હતી. આ ફ્લાઈટમાં 90 મુસાફરો સવાર હતા જેમના જીવ તાળવે ચોંટ્યા હતા,DGCA આ અંગે યોગ્ય તપાસ કરે તે જોવું રહ્યું છે. જો કે બીજા સુત્રોના દાવા અનુસાર લેન્ડિંગ ગિયરમાંથી ટાયર જ પડી ગયું હતું. જેના કારણે માત્ર બે ટાયરના સહારે જ લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. હાલ તો સમગ્ર મામલે અધિકારીક અહેવાલની રાહ જોવાઇ રહી છે.
ADVERTISEMENT
Kutch : કચ્છથી ઉડાન ભરેલી SpiceJetના વિમાનનું એક પૈડું નીકળી ગયું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, વીડિયો વાયરલ | VTV Digital #Mumbai #Airport #SpiceJetflight #emergencylanding #vtvdigital pic.twitter.com/x6AbUBDYaI
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 12, 2025
મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ
ADVERTISEMENT
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર ટેકનિકલ ખામીની જાણ થતાં ફ્લાઇટનું બપોરે 15:51 વાગ્યે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ વહીવટીતંત્રે સાવચેતી રૂપે સંપૂર્ણ કટોકટી જાહેર કરી હતી. જોકે, વિમાન રનવે નંબર 27 પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
કંડલા ખાતેથી પ્લેને ટેકઓફ કર્યું હતું
ADVERTISEMENT
ગુજરાતના કંડલાથી મુંબઈ આવી રહેલા સ્પાઇસજેટના Q400 વિમાનનું બહારનું વ્હીલ ટેકઓફ કર્યા પછી તરત જ રનવે પર પડી ગયું હતું. મુંબઈમાં લેન્ડિંગ કરતી વખતે પાયલોટે કટોકટીની જાહેરાત કરી હતી. જોકે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું. સ્પાઇસજેટનું બોમ્બાર્ડિયર DHC8-400 વિમાન, ફ્લાઇટ નંબર SG-2906 સાથે, શુક્રવારે બપોરે 2.39 વાગ્યે કંડલા એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડ્યું હતું. ટેકઓફ પછી તરત જ, ટાવર કંટ્રોલરે રનવે પર વિમાનમાંથી એક મોટી કાળી વસ્તુ પડતી જોઈ હતી. જ્યારે નિરીક્ષણ ટીમે જઈને જોયું તો વિમાનનું વ્હીલ પડી ગયું હતું.
Here is a video of a passenger inside the SpiceJet plane who can't believe what just happened :
— Tarun Shukla (@shukla_tarun) September 12, 2025
"Wheel nikal gaya"
Kandla to Mumbai @flyspicejet take-off :@DGCAIndia @AviationSafety @RamMNK @FAANews @EASA @icao
✈️ pic.twitter.com/xvfbR9GPbB
ADVERTISEMENT
મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી
ટેકનિકલ ખામીની જાણ થતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર બપોરે 15:51 વાગ્યે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. એરપોર્ટ પ્રશાસને સાવચેતી રૂપે સંપૂર્ણ કટોકટીની જાહેરાત કરી હતી. જોકે, વિમાન રનવે નંબર 27 પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું હતું. વિમાનમાં ક્રૂ સહિત લગભગ 78 મુસાફરો સવાર હતા. તે તમામ સુરક્ષિત છે. ઉતરાણ પછી એરપોર્ટ પર સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. બોમ્બાર્ડિયર DHC8-400 માં ટ્રાઇસિકલ લેન્ડિંગ ગિયર સિસ્ટમ છે, જેમાં નોઝ ગિયર પર બે પૈડા અને દરેક મુખ્ય લેન્ડિંગ ગિયર પર બે મુખ્ય પૈડા છે.
ADVERTISEMENT
ટેક ઓફ પછી ટાયર રનવે પર પડી ગયું
સ્પાઇસજેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, '12 સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસજેટ Q400 વિમાનનું બાહ્ય પૈડું ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈની મુસાફરી ચાલુ રાખી અને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. ઉતરાણ પછી, વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો કોઇ પણ પ્રકારની ઇજા કે મુશ્કેલી વગર ઉતર્યા હતા. અગાઉ 29 ઓગસ્ટના રોજ, સ્પાઇસજેટની દિલ્હી-શ્રીનગર ફ્લાઇટને શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.