બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Speeding of BMW in Jamnagar, Sindhubhan Road in Ahmedabad turned into a racing track, robbery in Rajkot: terror of Nabiras increased in Gujarat

ગુજરાત / જામનગરમાં BMWની તેજ રફ્તાર, અમદાવાદનો સિંધુભવન રોડ બન્યો રેસિંગ ટ્રેક, રાજકોટમાં લુખ્ખાગીરી: ગુજરાતમાં વધ્યો નબીરાઓનો આતંક

Vishal Khamar

Last Updated: 07:30 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બેફામ કારચાલકો અને નબીરાઓનો ત્રાસ વધી રહ્યો છે. રાજ્યમાં આ અઠવાડિયામાં આવી ચાર ઘટનાઓ સામે આવી હતી. જેમાં ક્યાંક અકસ્માત તો ક્યાંક રેસ લગાવવાની ઘટનામાં સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

  • રાજ્યમાં નબીરાઓનો આતંક યથાવત
  • અમદાવાદ, જામનગર અને રાજકોટમાં બની ઘટના
  • બેફામ કારચાલકોનાં ત્રાસે નિર્દોષો જીવ ગુમાવે

 ઘટનાને પગલે પોલીસે બેફામ કારચાલકની કરી અટકાયત 
જામનગરમાં વધુ એક નબીરાએ BMW કારથી દંપતીને  ફંગોળ્યા હતા. બેફામ કાર ચલાવતા નબીરાએ બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. જીજે 10 ડીએન 0007 નંબરની BMW કાર ચલાવી નબીરાએ અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં પતિ દેવરાજ મકવાણાનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નિ અનિતાબેન મકવાણાને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને પગલે પોલીસે બેફામ કાર ચાલકની અટકાયત કરી હતી. ત્યારે કાર ગુલમામદ જુમાભાઈ સાટી નામનો નબીરો ચલાવી રહ્યો હતો. 

કિશોરને ટક્કર માર્યા બાદ કાર ખાડામાં ખાબકી
અમદાવાદનાં રામોલમાં બે દિવસ પહેલ બેફામ કાર ચાલકે કિશોરને અડફેટે લીધો હતો. ન્યુ આરટીઓ માર્ગ પર જતી કારે કિશોરને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કાર ખાડામાં ખાબકી હતી. કાર ચાલકને સ્થાનિકોએ ઝડપી લીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. 

સોશિયલ મીડિયામાં રેસના અનેક વીડિયો કર્યા છે અપલોડ
અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વિગતો મુજબ અહી આ નબીરાઓ લોકોના જીવ જોખમમાં મુકી રેસ લગાવી રહ્યા છે. ગઈકાલે દિવાળીના દિવસે મોડીરાતે 3:26 વાગ્યે રેસિંગના ચક્કરમાં 2 કાર અથડાઈ હતી. જેમાં નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. 

પોતાની સામે પોલીસ પણ કશું નહીં કરી લે તેવો બફાટ કર્યો હતો
રાજકોટનાં યાજ્ઞિક રોડ પર ખરીદી કરીને પરત જઈ રહેલ વૃદ્ધને કાર ચાલક યુવક અને યુવતી દ્વારા આધેડ સાથે તકરાર કરી હતી. તેમજ આધેડ સાથે વાહન ચલાવવા બાબતે સિનિયર સીટીઝન સાથે બફાટ કર્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ