બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / special preparations of bjp to complete 9 years of modi government

એક્શન પ્લાન / મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય કાર્યક્રમનું આયોજન, દેશભરમાં ઉજવણી કરશે ભાજપ

Manisha Jogi

Last Updated: 12:30 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 મેના રોજ એક વિશાળ રેલી સાથે આ સંપર્ક અભિયાનનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ રેલી કરશે.

  • નરેન્દ્ર મોદી સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે
  • ભાજપ સમગ્ર દેશમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે
  • વરિષ્ઠ નેતાઓની 51 રેલી થશે

ભારતમાં નરેન્દ્ર મોદી સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે, જેથી ભાજપ સમગ્ર દેશમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 મેના રોજ એક વિશાળ રેલી સાથે આ સંપર્ક અભિયાનનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ રેલી કરશે. ચૂંટણી રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં આ ચૂંટણીનું આયોજન થઈ શકે છે. મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર 30મેથી 30 જૂન સુધી લોકસભા વિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે.

સમગ્ર દેશમાં વરિષ્ઠ નેતાઓની 51 રેલી થશે અને 396 લોકસભા સીટ પર જનસભાઓ કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી અથવા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી હોવું જરૂરી છે. તમામ લોકસભા વિસ્તારમાં 250 વિશિષ્ટ પરિવાર એટલે કે, એક લાખ વિશિષ્ટ પરિવારનો સંપર્ક કરવામાં આવશે. પ્રદેશના પ્રભાવશાળી વ્યક્તિઓ જેમ કે, ખેલાડી, કલાકાર, ઉદ્યોગપતિ, શહીદ તથા અન્ય પ્રસિદ્ધ પરિવારનો સંપર્ક કરવામાં આવશે. 29 મેના રોજ એકસાથે તમામ જગ્યાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. 

ત્રિસ્તરીય કાર્યક્રમ
22 જૂન સુધી અન્ય કાર્યક્રમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં તમામ લોકસભા સીટ પર એક પ્રેસ કોન્ફરન્સ કરવી જરૂરી છે. જેમાં મુખ્ય વ્યક્તિઓનું સંમેલન કરવું, સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅર્સની મીટિંગ કરવી, વ્યાપારિક સંમેલન કરવું, વિકાસ તીર્થ કાર્યક્રમનું આયોજન કરવું શામેલ છે. વિધાસભા સ્તર પર પણ કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં વિધાનસભા ક્ષેત્રના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેઠક અને ભોજન કરવું, લાભાર્થીઓનું સંમેલન કરવું અને 21 જૂનના રોજ યોગ દિવસ પર કાર્યક્રમ કરવો શામેલ છે. 

 23 જૂનના રોજ શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ પ્રધાનમંત્રી મોદી વિડીયો કોન્ફરન્સથી 10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકર્તા સાથે સંવાદ કરશે. 20થી 30 જૂન સુધી ઘર ઘર સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. જેમાં લોકસભા માટે નિયુક્ત થયેલ બે સભ્યો સાથે અન્ય નેતાઓને શામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. 

ભાજપની તૈયારી
16,17 અને 18 મેના રોજ પ્રદેશના કાર્યસમિતિની બેઠક બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં પ્રદેશ અભિયાન સમિતિના તમામ સભ્ય, સાસંદ, ધારાસભ્ય શામેલ થશે. ત્યાર પછી જિલ્લા સ્તરીય તૈયારી કરવામાં આવશે. 19,20 અને 21 મેના રોજ જિલ્લા સ્તરીય કાર્ય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવશે. 22 અને 23મેના રોજ મંડળ સ્તરે સમિતિની બેઠક યોજવામાં આવશે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. 

અભિયાન સમિતિનું ગઠન
કેન્દ્રીય મંત્રી, પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય પદાધિકારી, સભ્ય તથા અન્ય વરિષ્ઠ નેતાઓની બે સભ્યની ટીમ બનાવવામાં આવી છે. સાથે કેન્દ્રીય પ્રદેશ જિલ્લા તથા મંડળ સ્તરે સમિતિનું ગઠન કરવામાં આવશે. આ સમિતિમાં સોશિયલ મીડિયા, IT તથા મીડિયા પ્રભારી રાખવા પણ જરૂરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ