બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / soon through d2m technology people can watch live tv on their smartphone for free without internet connection

ટેક્નોલોજી / ફોનમાં ઈન્ટરનેટ ન હોય તો પણ મૂવીઝ અને લાઇવ TV જોઈ શકાશે! જાણો શું છે મોદી સરકારનો પ્લાન

Malay

Last Updated: 01:16 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

D2M Technology: ટૂંક સમયમાં જ તમે તમારા સ્માર્ટફોન પર ઈન્ટરનેટ વગર પણ લાઈવ ટીવી અને મૂવીઝ જોઈ શકશો. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB)ની સાથે-સાથે IIT-કાનપુર D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે.

  • ઈન્ટરનેટ વગર જ ફ્રીમાં જોઈ શકશો મૂવીઝ અને લાઇવ ટીવી
  • તમારે કોઈ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી
  • D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી દ્વારા શક્ય બનશે

ઈન્ટરનેટ આજના સમયમાં દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. હવે ઈન્ટરનેટ વગર 1 દિવસ પણ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. રાશન ખરીદવાથી લઈને બેંકિંગ સુધી, લોકો રોજિંદા જરૂરિયાતો માટે ઈન્ટરનેટ પર નિર્ભર બની ગયા છે. આ વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે કે ટૂંક સમયમાં જ તમે તમારા સ્માર્ટફોન પર ઈન્ટરનેટ વગર પણ લાઈવ ટીવી અને મૂવીઝ જોઈ શકશો. એટલે લે જે ચેનલોને હાલ તમે ઈન્ટરનેટની મદદથી એક્સેસ કરો છે, તેને તમે ઈન્ટરનેટ વગર જ ફ્રીમાં જોઈ શકશો. એટલે કે તમારે કોઈ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે સંભવ છે તો તમને જણાવી દઈએ કે આવું ડાયરેક્ટ-ટુ-મોબાઈલ એટલે કે D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી દ્વારા શક્ય બનશે.

Topic | VTV Gujarati
ફાઈલ ફોટો

ઈન્ટરનેટ વગર જોઈ શકશો મૂવીઝ અને લાઈવ ટીવી
જેવી રીતે તમે DTH અને કેબલ્સ દ્વારા અલગ-અલગ ચેનલો જોઈ શકો છો, તેવી જ રીતે D2M ટેક્નોલોજીની મદદથી તમારા સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ વગર લાઈવ ટીવી, મૂવીઝ અને અન્ય મલ્ટીમીડિયા કન્ટેન્ટ જોઈ શકશો. 

આગામી સપ્તાહે યોજાઈ શકે છે બેઠક
એક રિપોર્ટ મુજબ, આ બાબતથી વાકેફ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB)ની સાથે-સાથે IIT-કાનપુર આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. આ અંગે આગામી સપ્તાહે બેઠક યોજાઈ શકે છે. આ બેઠક બાદ આ મામલે અંતિમ નિર્ણય પણ આવી શકે છે. વાસ્તવમાં, ટેલિકોમ કંપનીઓ D2M ટેક્નોલોજીનો વિરોધ કરી શકે છે કારણ કે તેનાથી તેમના ડેટા રિચાર્જ પર અસર પડશે. જ્યારે લોકો ફ્રીમાં લાઈવ ટીવી વગેરે જોઈ શકશે, ત્યારે તેઓ ડેટા રિચાર્જ ઓછું કરાશે અને તેનાથી ટેલિકોમ કંપનીઓને નુકસાન થશે.

અહીં સરકારી કર્મચારીઓ માટે તુઘલખી નિયમ, સાતે દિવસ અને 24 કલાક ફોન ચાલુ  રાખવા ફરમાન | Tughlaqi rule for government employees here, order to keep  the phone open for seven days and 24 hours
ફાઈલ ફોટો

ભારતમાં 800 મિલિયન સ્માર્ટફોન યુઝર્સ છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારનું માનવું છે કે 5G લૉન્ચ થયા બાદ બ્રોડકાસ્ટ અને બ્રોડબેન્ડના માધ્યમથી કન્ટેન્ટ પહોંચાડવા માટે કન્વર્જન્સ હોવું જોઈએ. વર્તમાનમાં ટીવીની પહોંચ લગભગ 210-220 મિલિયન ઘરો સુધી મર્યાદિત છે, જ્યારે ભારતમાં 800 મિલિયન સ્માર્ટફોન યુઝર્સ છે. આ સંખ્યા 2026 સુધીમાં લગભગ 1 અબજ સુધી પહોંચી શકે છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે ચેનલોનું પ્રસારણ મોબાઈલમાં પણ થવુ જોઈએ જેથી જરૂરી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેટ પર આવતું 80% ટ્રાફિક વીડિયોથી આવે છે. આવી સ્થિતિમાં ટીવીની સાથે-સાથે મોબાઈલ પણ પ્રસારણ વિતરણ માટે એક આદર્શ ઉમેદવાર બને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ