બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / sonu helps waterless village, firs some handpumps for villagers

બોલિવૂડ / પાણી માટે તરસતા ગામ માટે સોનુ આવ્યો મદદે, આ મદદ કરી નાંખી

Published By: Nikul

Last Updated: 07:48 PM, 25 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ સોનુ સુદ પાસે એક વ્યક્તિએ મદદ માંગી હતી કે તેનાં ગામમાં પાણી બિલકુલ પણ નથી આવતુ. તેનાં ગામમાં લોકો ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. જેમની મુશ્કેલ સોનુ સુદે સાંભળી અને મદદની તૈયારી દર્શાવી.

  • લોકડાઉનનાં સમયથી સોનુ સુદને ટ્વીટ કરી લોકો મદદ માંગે છે
  • એક વ્યક્તિએ ગામની મુશ્કેલીઓ વિશે સોનુને જણાવ્યું 
  • સોનુએ ગામ લોકોની મદદ કરવાની તૈયારી દર્શાવી

સોનુને લોકો પોતાનુ મુશ્કેલીઓ શેર કરી રહ્યાં છે 

બોલિવૂડ અભિનેતા સોનુ સુદે સાબિત કરી દીધુ છે કે તે એક સારા એક્ટરની સાથે એક સારો માણસ પણ છે. લોકડાઉન દરમિયાન સોનુએ ઘણાં જરુરિયાતમંદ લોકોની મદદ કરી હતી. જેથી તે મસીહાનાં નામે પણ જાણીતો થયો હતો. લોકડાઉન બાદથી સોનુ સુદ પાસે લોકો પોતાની મુશ્કેલીઓ શેર કરી રહ્યા છે અને સોનુ તેમની મદદ કરવાનો પુરતો પ્રયાસ કરે છે.

ગામમાં નથી આવતુ બિલકુલ પાણી

હાલમાં જ એક વ્યક્તિએ સોનુ પાસે મદદની માંગણી કરી હતી. તેણે મદદ માંગતા કહ્યું કે, તેનાં ગામમાં બિલકુલ પાણી નથી આવતુ અને જેનાં લીધે તેનાં ગામનાં લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. તે વ્યક્તિની મુશ્કેલી જોઈને સોનુ સુદે તેને મદદ કરવાની તૈયાર દર્શાવી.

સોનુએ કહ્યું જલ્દી ગામની મુશ્કેલીઓનો અંત આવશે

સોનુએ ટ્વીટ કરીને ગામનાં લોકોની મુશ્કેલીને જોતા લખ્યુ કે, પાણીની અછત હવે ખતમ, તમારા ગામમાં થોડા હેન્ડપંપ લગાવડાવી રહ્યો છું. ક્યારેક આવુ તો પાણી પીવડાવી દેજો. સોનુ સુદનાં ટ્વીટ બાદ ગામમાં હેન્ડપંપ લગાવવાની કામગીરી શરુ થઈ ચૂકી છે અને જલ્દી ગામમાં પાણીની સમસ્યાનો અંત આવશે.

ટ્વીટ કરીને સોનુએ મદદગારને જવાબ આપ્યો

સોનુ સુદને આ વ્યક્તિએ ટ્વીટ કરીને મદદની અપીલ કરી હતી. તેણે એક વીડિયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને ટ્વીટમાં લખ્યુ હતું કે, પાણીની ખૂબ મુશ્કેલી છે. આ ગરીબોની પણ સાંભળી લો બીચારા કાગળ વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી પાણી માટે તરસી રહ્યાં છે. લાઇટની પણ સુવીધા નથી. અમને પરમીશન અપાવી દો અથવા એક હેન્ડપંપ લગાવી આપો. સોનુ સુદે તુરંત આ ટ્વીટને જોઈને ગામમાં હેન્ડપંપ લગાવવાની કામગીર શરુ કરાવી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Help Sonu Sood Twitter એક્ટર ટ્વીટર બોલિવૂડ મદદ સોનુ સુદ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ