બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / somwar vatu tips upay do not do these 5 mistake on monday lord shiva puja

ધર્મ / સોમવારના રોજ જો-જો આ 5 કાર્યો કરતા! નહીં તો ભગવાન શંકર થઇ જશે કોપાયમાન, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 08:27 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શિવની આરાધના કરવા માટે સોમવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. સોમવારે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  • સોમવારે કરો ભગવાન શિવની આરાધના
  • સોમવારે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી
  • આ ભૂલ કરવાથી અનેક સમસ્યા આવી શકે છે

હિન્દુ શાસ્ત્રો અનુસાર સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. માનવામાં આવે છે કે, સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા સરળ છે. ભગવાન શિવની આરાધના કરવા માટે સોમવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે, સોમવારે મહાદેવની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાય કરવાથી તમામ પરેશાની દૂર થાય છે. સોમવારે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

સોમવારે આ ભૂલ ના કરવી. 

કાળા કપડાં ના પહેરવા- સોમવારે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન ક્યારેય પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ. સોમવારે કાળા કપડાં પહેરવા ભગવાન ભોળેનાથના પ્રકોપનો સામનો કરવો પડે છે.

અનૈતિક કાર્ય ના કરવા- સોમવારે વ્રત કરવાનું વિચારી રહ્યા છો, તો તેના નિયમો વિશે પણ જાણકારી હોવી જોઈએ. સોમવારે ભગવાન શિવની પૂજા કરો છો, તો કોઈને નુકસાન થાય તેવું કામ બિલ્કુલ પણ ના કરવું જોઈએ. આ દિવસે અનૈતિક કાર્ય કરવાથી જીવ જોખમમાં મુકાઈ શકે છે.

જુગાર  ના રમવું અને ચોરી ના કરવી- ધાર્મિક ગ્રંથો અનુસાર સોમવારે જુગાર, ચોરી અથવા અન્ય સ્ત્રી પર ખરાબ નજર રાખવા જેવા કાર્યો ના કરવા જોઈએ. આ પ્રકારના કાર્ય કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે.  

પૂજામાં તુલસીનો ઉપયોગ ના કરવો- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે પૂજામાં ભૂલથી પણ તુલસીનો ઉપયોગ ના કરવો જોઈએ. કહેવામાં આવે છે કે, તુલસી શ્રાપિત છે અને ભગવાન શિવે તેના પતિનો વધ કર્યો હતો.  આ કારણોસર શિવ પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

શ્રીફળ ના વધેરવું- ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ નારિયેળનો ઉપયોગ કરવો તે અશુભ માનવામાં આવે છે. નારિયેળને લક્ષ્મીદેવીનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે અને નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. જેથી નારિયેળને લક્ષ્મીમાતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણોસર શિવ પૂજામાં શ્રીફળનો ઉપયોગ થતો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ