બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Some areas of Saurashtra have received rainy weather

ચોમાસું / ગાડીઓ ગરકાવ, બાઈકો તણાયા, ધોરાજીમાં જોત જોતાંમાં 9 ઈંચ વરસી ગયો વરસાદ, આ દ્રશ્યો સબૂત છે વિકટ સ્થિતિના

Dinesh

Last Updated: 07:25 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ગીર સોમનાથના તાલાલા તેમજ અમરેલીના ધારીમાં અને બોટાદના ગઢડામાં તેમજ રાજકોટના ધોરાજીમાં વરસાદ ખાબક્યો છે

  • તાલાલા પંથકમાં વરસાદી માહોલ
  • ગીરથી પસાર થતી હીરણ નદીમાં પૂર
  •  6 કલાકમાં ધોરાજીમાં સાડા 9 ઇંચ વરસાદ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથના તાલાલા તેમજ અમરેલીના ધારી, બોટાદના ગઢડામાં વરસાદ ખાબક્યો છે. જ્યાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ધોરાજીમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ
રાજકોટના ધોરાજીમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 6 કલાકમાં ધોરાજીમાં સાડા 9 ઇંચ વરસાદ ખાબક્યો છે, છેલ્લા 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોરાજીના બહાર પુરા ખ્વાજા સાહેબ દરગાહ પાસે ભારે વરસાદના કારણે ગાડીઓ પાણી ગરકાવ થઈ છે તો બીજી તરફ ધોરાજી કુંભારવાડા, રામપરા, બહાર પુરા વિસ્તારો બેટમા ફેરવાયા છે

તાલાલા પંથકમાં વરસાદી માહોલ
ગીર સોમનાથના તાલાલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને લઈ ઠેર-ઠેર પાણી ભરાયા છે જેના પગલે રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે. 

હીરણ નદીમાં પૂર આવ્યું
વરસાદના પગલે તાલાલા ગીરથી પસાર થતી હીરણ નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવકમાં સતત વધારો થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. 

ધારી પંથકમાં ધોધમાર વરસાદ 
અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ ધારીના ગ્રામીણ પંથકમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી. ચલાલા, ઢોલરવા, માણાવાવમાં વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યાં છે. ગોપાલગ્રામ અને દહિડા ગામમાં પણ ભારે વરસાદના કારણે ગોપાલ ગ્રામમાં નદી-નાળાઓ છલકાયા છે. 

ગઢડામાં 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ
બોટાદના ગઢડામાં 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેરના ઝાંપા, સીનેમા રોડ, પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો જીનનાકા, નગરપાલિકા રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. 

બોટાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બોટાદ શહેરના મિલેટ્રી રોડ, પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, હવેલી ચોક, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જિલ્લાના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઢડા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ