બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ટેક અને ઓટો / Social Media Followers increasing may be dangerous dont make these mistakes

ફ્રોડ એલર્ટ / સોશ્યલ મીડિયા પર ફોલોઅર્સની લાલચ પડી શકે છે ભારે! શું તમે તો નથી કરી રહ્યાં ને આવી ભૂલ?

Arohi

Last Updated: 12:28 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Social Media Followers: સોશિયલ મીડિયા પર લોકો ફેમસ થવાની લાલચમાં આવે છે. ત્યાં જ ફેમ કમાવવા માટે ફોલોઅર્સ વધારવાની જાણે રેસ લાગી છે.

  • સોશિયલ મીડિયા પર લોકોને ફેમસ થવાની લાલચ 
  • ફેમ કમાવવા ન કરવા આવી ભૂલો 
  • ફોલોઅર્સ વધારવા પડી શકે છે મોંઘા 

સોશિયલ મીડિયા પર લોકો ફેમસ થવાની લાલચમાં આવે છે. ત્યાં જ ફેમ કમાવવા માટે ફોલોઅર્સ વધારવાની જાણે રેસ લાગી છે. એવામાં મોટાભાગના લોકો પોતાના ફોલોઅર્સ વધાવવા માટે નવી નવી ટ્રિક્સ અજમાવી રહ્યા છે. આટલું જ નહીં સોશિયલ મીડિયા પર પૈસા કમાવવાના ઘણા રસ્તા પણ ખુલી જાય છે. સોશિયલ મીડિયા પર જેટલા વધારે પૈસા કમાવવાનું ઝનૂન વધે છે. તેટલા જ ફ્રોડ વધે છે. 

રોકાણ વાળુ સ્કેમ 
સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ તમે પણ જોઈ હશે જેમાં વ્યક્તિ બિટકોઈનની કંપનીનું નામ લઈને જણાવે છે કે તેણે તેમાં 50 હજાર રૂપિયા રોકાણ કર્યા અને તે 1 લાખ રૂપિયા થઈ ગયા. પોસ્ટમાં તે કંપની અને વ્યક્તિને ટેગ કરીને એમ પણ જણાવવામાં આવે છે કે જો રોઈ પણ મારી જેમ જીવન બદલવા માંગે છે તો આ વ્યક્તિને મેસેજ કરો. 

ખાતામાં પૈસા આવવાથી મેસેજના સ્ક્રીનશોર્ટ પણ પોસ્ટ કરવામાં આવે છે. આ એક ફ્રોડ છે જેમાં હેકર કોઈ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને આ પ્રકારની પોસ્ટ નાખી રહ્યા છે. તે કોઈ લિંક શેર કરી શકે છે જેને ખોલતા જ એકાઉન્ટનું એક્સેસહેકરના હાથમાં આવી જાય છે. 

થર્ડ પાર્ટી એપથી થતા સ્કેમ 
આ એપ્સ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધાવા, પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ્સ મેળવવામાં મદદ કરે છે. પ્લે સ્ટોર પર આવી એપ્સ છે. જેનો ઉપયોગ કરવા માટે લોગઈન કરવું પડે છે. એટલે તમે સીધા સીધા પોતાના સોશિયલ મીડિયાનું યુઝર આઈડી, ઈ-મેલ આઈડી અને પાસવર્ડ કોઈ અજાણી એપની સાથે શેર કરી રહ્યા છો. એનાથી એકાઉન્ટ હેક થઈ શકે છે.  

ઓનલાઈન પેમેન્ટના ફ્રોડ 
એવું પણ થઈ શકે છે કે ફ્રોડ સોશિયલ મીડિયા પર કપડા કે અન્ય સામાન પણ વેચી શકે છે. જ્યારે ખરીદનાર ઓનલાઈન ચુકવણી કરે છે તો સામાન તેમને ડિલિવર કરવામાં આવતો નથી અને તેમના પૈસા પણ તેમને પાછા આપવામાં આવતા નથી. ત્યાર બાદ તે ગાયબ થઈ જાય છે. સ્પોન્સર્ડ પોસ્ટ કે બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે પણ મેસેજ આવી શકે છે. જેમાં તે પોતાના પૈસા જોઈને પોસ્ટ કરવા માટે કહે છે. 

ગિવઅવે પોસ્ટ એટલે કે પોસ્ટને લાઈક કરીને લોકોને ટેગ કરવાના હોય છે. તેમાં વિજેતાને ઉપહાર આપવામાં આવે છે. તેમાં મોટાભાગના સ્કેમર્સ હોય છે જેમાં એક લિંક પણ આપવામાં આવે છે. તેના પર ક્લિક કરતા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ