બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Smugglers rampage amid freezing cold: Late night robbers strike Balaji Wafers godown, commit blind robbery

રાજકોટ / થીજવતી ઠંડી વચ્ચે તસ્કરો બેફામ: મોડી રાત્રે લૂંટારૂઓ ત્રાટક્યા બાલાજી વેફર્સના ગોડાઉનમાં, ચલાવી આંધળી લૂંટ

Vishal Khamar

Last Updated: 05:08 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રોડ પર આવેલ બાલાજી વેફર્સના ગોડાઉનમાં ગત મોડી રાત્રે આવેલા લૂંટારુંઓએ ચોકીદારને બંધક બનાવી રૂ.1.95 લાખની રોકડ લૂંટી નાસી ગયા હતા.

  • રાજકોટમાં તસ્કરોનો આતંક
  • બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉનમાં ચોરી
  • ચોકીદારને બંધક બનાવી રૂપિયા 1.95 લાખની લૂંટ 

એક તરફથી કડકડતી ઠંડી પડી રહે છે. તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી ઉપર સવાલો સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલા બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉન ની અંદર લૂંટારૂ ત્રાટક્યા હતા. ત્રણ જેટલા બુકાની ધારી લૂંટારૂઓ દ્વારા ચોકીદારને બંધક બનાવી રૂપિયા 1.95 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે ચોકીદારે ગોડાઉન માલિકને જાણ કરતા તાત્કાલિક અસરથી ગોડાઉનના માલિકે પોલીસને જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવાની કામગીરી શરૂ છે. 

પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો
 રાજકોટની માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રોડ પર આવેલું બાલાજી વેફર્સના ગોડાઉનમાં ગત મોડી રાત્રે આવેલા લૂંટારુંઓએ ચોકીદારને બંધક બનાવી રૂ.1.95 લાખની રોકડ લૂંટી નાસી ગયા હતા.આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એજન્સીના માલીકે પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ,ડીસીપી ક્રાઇમ અને ક્રાઇમબ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

ગોડાઉનમાં ચોરી થઈ હોવાની જાણ ચોકીદારે એજન્સી માલીકને કરી 
માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે સર્વિસ રોડ પર આવેલું બાલાજી વેફર્સનાસેલ્સ એજન્સી ના  ગોડાઉનમાં મોડીરાત્રે એકાદ વાગ્યે ત્રણ અજાણ્યા લૂંટારુંઓ ત્રાટકયા હતા અને તેઓએ નિંદ્રાધીન અવસ્થામાં રહેલા ચોકીદાર પુનાભાઈને છરી બતાવી મફલરથી મૂંગો દઈ બંધક બનાવી ગોડાઉનમાં આમતેમ ઓફિસ ફંફોડી હતી અને ટેબલના ખાનામાં રાખેલા રૂ.1.95 લાખની રોકડ લઈ આરોપીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટના અંગે પુનાભાઈએ આજે સવારે એજન્સીના કલ્પેશભાઈ અમરેલીયાને ફોન કરી બનાવની જાણ કરી હતી. કલ્પેશએ ગોડાઉન પર પહોંચી પુનાભાઈને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે,ત્રણેય શખ્સોએ આવી મને જગાડી અને ચાવી માંગી હતી.બાદમાં એક વ્યક્તિએ મફલર બાંધી દીધું હતું.

મોં ઢાંકીને અચાનક પેન્ટ અને ગંજી પહેરેલ શખ્શો આવ્યા હતાઃચોકીદાર
આ બાબતે પુનાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અચાનક રાત્રીના સુમારે બુકાની ધારી કેટલાક લોકો ગોડાઉનમાં ઘુસી આવ્યા હતા. ત્યારે  તેઓએ ઓફીસમાં રાખેલ રૂ.1.95 લાખની લૂંટ કરી હતી. લૂંટારૂઓ મોં ઢાંકીને પેન્ટ અને ગંજી પહેરીને આવ્યા હતા. તેમજ  કમર પર પથ્થર બાંધીને આવ્યા હતા અને તેઓની ઉંમર 20 થી 25 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આ લૂંટારાઓ દાહોદ-ગોધરરા બાજુનાં હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.

લૂંટારૂઓએ લૂંટ પહેલા  ગોડાઉનની રેકી કરી હતી
રાજકોટમાં બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉનમાં રાત્રે દિવાલ લૂંટારૂઓ ત્રાટક્યા હતા. ત્યારે લૂંટારૂઓએ સૂઈ રહેલા ચોકીદારને બંધક બનાવી તેની પાસેથી ચાવી લઈ ઓફિસમાં રહેલ રોકડ રકમ રૂા.1.95 લાખની રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટારૂઓએ લૂંટ કરવાનાં થોડા સમય પહેલા ગોડાઉન બાજુ આંટાફેરા મારી રેકી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ