બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Smoke Bomb attack on Japanese PM's ongoing speech

BIG BREAKING / જાપાનના PM પર ચાલુ ભાષણે Smoke Bombથી એટેક, ચોતરફ મચી અફરાતફરી, એકની ધરપકડ

Priyakant

Last Updated: 09:08 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Attack on Japan PM: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની સભામાં બ્લાસ્ટ, જ્યારે PM ફ્યુમિયો ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો

  • જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની સભામાં બ્લાસ્ટ
  • PM ફ્યુમિયો ભાષણ આપી રહ્યા હતા ત્યારે સ્મોક બોમ્બથી હુમલો
  • સુરક્ષાકર્મીઓ દ્વારા વડાપ્રધાનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની બેઠકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે.  જ્યારે પીએમ ફ્યુમિયો ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓ દ્વારા વડાપ્રધાનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાના હતા.

જાપાનના વાકાયામામાં વડાપ્રધાન ફુમિયો કિશિદાની બેઠકમાં બ્લાસ્ટ થયો છે. મીડિયા અહેવાલો મુજબ સ્મોક બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જોકે બ્લાસ્ટની ઘટનામાં PM ફૂમિયો કિશિદા સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. આ તરફ બ્લાસ્ટની ઘટના બાદ PM કિશિદાને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા. આ સાથે હુમલો કરનારા એક આરોપીની ધરપકડ પણ કરાઇ છે. 

જાપાનનાં મીડિયા અહેવાલૉ મુજબ વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા વાકાયામા શહેરમાં તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ આ વિસ્ફોટ થયો હતો. સ્મોક બોમ્બ ફેંકાયા બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત રીતે ભાગવા માટે દોડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક વ્યક્તિને પણ પકડી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ