બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમારા બાળકોની મેન્ટલ હેલ્થ માટે સ્માર્ટફોન જવાબદાર! મગજ પર કરે છે ખતરનાક અસર

આરોગ્ય / તમારા બાળકોની મેન્ટલ હેલ્થ માટે સ્માર્ટફોન જવાબદાર! મગજ પર કરે છે ખતરનાક અસર

Last Updated: 11:18 PM, 16 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકો અને યુવાનોના મન અને મગજ માટે સૌથી ખરાબ સાબિત થઈ રહ્યા છે.

Smartphone side Effects: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકો અને યુવાનોના મન અને મગજ માટે સૌથી ખરાબ સાબિત થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએંસર્સને કારણે યુવાનોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે.

સ્માર્ટફોને જેટલી સુવિધા આપી છે તેના કરતાં વધુ આ ઉપકરણ જીવન માટે સમસ્યા બની ગયું છે. સ્માર્ટફોનથી થતા નુકસાન અંગે દરરોજ ભારત અને સમગ્ર વિશ્વમાંથી અભ્યાસ અને સંશોધનો આવી રહ્યા છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ સતત લોકોને ફોનના ઉપયોગ અંગે સાવધાન કરી રહ્યા છે. જો કે આ વખતે સ્માર્ટફોન તેમજ સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રભાવકોને લઈને એવી માહિતી સામે આવી છે કે જો તમારા બાળકો હોય અને તેઓ તમારો અથવા તેમનો અંગત ફોન વાપરે તો તમે તેના ગેરફાયદા વિશે જાણીને ચોંકી જશો.

નવી દિલ્હીની એક હોસ્પિટલના તબીબએ મિડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે 12 ઓક્ટોબર 2024ના લેન્સેટ જર્નલમાં એક અહેવાલ પ્રકાશિત થયો છે, જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએંસર્સ દ્વારા યુવાનો અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલ અસર વિશે પણ ચેતવણીઓ આપવામાં આવી છે. ભારતમાં વિચિત્ર રીલ્સ બનાવનારા ઇન્ફ્લૂએસર્સ માત્ર યુવાનો સાથે જ નહીં પરંતુ નાના બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે પણ ખિલવાડ કરી રહ્યા છે.

ડોક્ટર કહે છે કે વિદેશોમાં જે સ્થિતિ છે તેવી જ સ્થિતિ ભારતમાં પણ છે. અહીં ઇન્ફ્લ્યૂએસર્સ માત્ર પ્રભાવિત જ નથી કરતા પણ બાળકોના મગજને પણ વોશ કરી નાખે છે. જેના કારણે માત્ર યુવાનો જ નકારાત્મક બાબતો તરફ આગળ વધી રહ્યા નથી અને તેમનામાં આત્મહત્યાની વૃત્તિ પણ વધી રહી છે.

children-mobile

આ નુકસાન બાળકોને થઈ રહ્યું છે

રિપોર્ટ અનુસાર 36 ટકા ટીનએજર બાળકો ઓનલાઈન હોવાને કારણે સતત બહારના લોકો અથવા અજાણ્યા લોકોના સંપર્કમાં રહે છે.

11 ટકા બાળકોમાં સ્માર્ટફોન અથવા સોશિયલ મીડિયાના નશા જેવા લક્ષણ મળી રહ્યા છે.

જો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે તો આ બાળકોમાં ચિંતા અથવા મૂડ ઓફના લક્ષણો જોવા મળે છે

10 થી 24 વર્ષની વયના યુવાનોમાં માનસિક બીમારીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.

ફોનને કારણે પરિવારો, મિત્રો, ડિનર ટેબલ પર બેઠેલા લોકોમાં પણ વાતચીતનો અભાવ જોવા મળે છે. તેઓ બધા એકસાથે ફોનનો ઉપયોગ કરે છે.

સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોનો શારીરિક વિકાસ જ નહીં પરંતુ માનસિક વિકાસ અને વિચારોનું સ્તર પણ બગડી રહ્યું છે.

Website_Ad_1200_1200.width-800

રોક ન લગાવી તો હાલત ખરાબ થશે

જો બાળકો દ્વારા સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ નહીં મુકવામાં આવે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થશે. ઘણા કિશોરો અને બાળકો ઊંઘમાં ખલેલ, તણાવ અને ચિંતા અથવા હિંસક વર્તન જેવી સમસ્યાઓ સાથે PSRIમાં આવી રહ્યા છે. આમાંના મોટા ભાગના માટે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જવાબદાર છે.

આ પણ વાંચોઃ હેલ્થ / શરદી-ઉધરસ ઘર કરી ગઈ છે? પરેશાની છોડો, માત્ર 1 વસ્તુથી મળશે કાયમી છુટકારો

માતાપિતાએ કંટ્રોલ કરવું જોઇએ

ઘરોમાં સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટ ઉપકરણોનો ઉપયોગ ઘટાડવાની જરૂર છે. આના માટે અમુક અંશે માતા-પિતા પણ જવાબદાર છે. માતાપિતાએ તેમના નાના બાળકોને વ્યસ્ત રાખવા માટે ફોન પકડી રાખવાની ટેવ છોડી દેવી જોઈએ. આ સિવાય શાળાએ જતા વિદ્યાર્થીઓને ખાસ જરૂરિયાત ન હોય ત્યાં સુધી ફોન ન આપો. જો બાળકો મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરતા હોય તો તેમના પર નજર રાખો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smart phone side Effects children Social media
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ