બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Skymet Weather announces first big forecast for monsoon of 2022, find out what monsoon will be like
ADVERTISEMENT
વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાના સંકેત
ADVERTISEMENT
સ્કાયમેટેની આગાહી અનુસાર જૂનમાં શરૂ થતાં નૈઋત્યના વરસાદની અવધી દરમિયાન સરેરાશ 881 મી.મી વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે. વર્ષે વર્ષે તેમાં ફેરફારો ખતાં હોય છે. પરંતુ ચાર મહિનાના ચોમાસા માટે આગાહી કરી શકાય તેવા પુર્વ લક્ષણો પણ હોય છે. સ્કાયમેટે જણાવ્યું કે, હાલના તબક્કે સંબંધિત આંકડાકીય માહિતી આપવી તે ખૂબ વહેલી ગણાશે. પરંતુ તે અંકોના પ્રાથમિક આગાહી કરવા પુરતી માહિતી પુરી પાડે છે. વર્ષ 2022ના નૈઋત્યના ચોમાસા અંગે આંકડાકીય માહિતીઓ સાથે વધુ સપષ્ટ વિશલેષ્ણ એપ્રિલ મહિનામાં પુરુ પાડવામાં આવશે.
દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા જ થાય છે
ભારતના ચોમાસાને અલ નીનો પ્રભાવ ખુબ જ પ્રભાવિત કરે છે. અલ નીનો વર્ષો પૈકીના 80 ટકા કિસ્સામાં દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોધાય છે. આ પૈકીના 60 વર્ષ દરમિયાન તૌ સ્પષ્ટપણે દુકાળ જેવી સ્થિતી પ્રવર્તી રહી હતી. જૂનમાં શરૂ થઈને સપ્ટેમ્બરમાં પુરુ થનારું નૈઋત્યનું વાવાઝોડું ભારતીય કૃષિની જીવાદોરી છે. સમગ્ર દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા દરમિયાન જ થતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.