બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Sita Bharat Ki Beti Hai' 'Adipurush' dialogue bans all Hindi films in Nepal!, Mayor issues proclamation

મનોરંજન / 'સીતા ભારત કી બેટી હૈ' 'આદિપુરુષ'ના એક ડાયલોગ પર ભડક્યું નેપાળ, કાઠમંડુમાં આજથી તમામ હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ

Megha

Last Updated: 10:26 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળે ફિલ્મ 'આદિપુરુષ'માં સીતાજીનો જન્મ ભારતમાં બતાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. જેના કારણે કાઠમંડુમાં આજથી આદિપુરુષ જ નહીં પરંતુ તમામ હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

  • ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને નેપાળમાં પણ હોબાળો
  • કાઠમંડુ તમામ હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકશે
  • સિનેમા હોલમાં હિન્દી ફિલ્મોનું પ્રદર્શન બંધ

ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને દેશની સાથે નેપાળમાં પણ હોબાળો ચાલી રહ્યો છે. નેપાળે ફિલ્મ 'આદિપુરુષ'માં સીતાજીનો જન્મ ભારતમાં બતાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. જેના કારણે કાઠમંડુમાં આજથી માત્ર આદિપુરુષ જ નહીં પરંતુ તમામ હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. નેપાળની રાજધાની કાઠમંડુ ફિલ્મ "આદિપુરુષ"માં સીતાના જન્મને લઈને એક ડાયલોગ પર વિવાદ થયો છે જેના કારણે આજરી એટલે કે સોમવારથી તમામ હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકશે.

જણાવી દઈએ કે શહેરના એક ટોચના અધિકારીએ રવિવારે આની જાહેરાત કરી હતી. શાહે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "સોમવાર, 19 જૂનથી, કાઠમંડુ મેટ્રોપોલિટન વિસ્તારમાં તમામ હિન્દી ફિલ્મો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે, કારણ કે આદિપુરુષ ફિલ્મના સંવાદોમાંથી વાંધાજનક શબ્દો હજુ દૂર કરવામાં આવ્યા નથી."

'આદિપુરુષ' વિવાદ પછી, સરકારે કાઠમંડુમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધની વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું. સેન્સર બોર્ડે ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાંથી સંવાદો હટાવી દીધા હતા અને સ્ક્રીનિંગની મંજૂરી આપી હતી પરંતુ કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહે જાહેરાત કરી હતી કે તેઓ કાઠમંડુના થિયેટરોમાં રિલીઝ અટકાવશે જ્યાં સુધી ભારતમાં આ રીતે રિલીઝ કરવામાં નહીં આવે.

'અમે પહેલેથી જ સૂચના આપી દીધી હતી'
તેમણે કહ્યું, "અમે ત્રણ દિવસ પહેલા જ ફિલ્મમાંથી 'સીતા માતા ભારત કી બેટી હૈ' ડાયલોગના વાંધાજનક ભાગને ત્રણ દિવસની અંદર હટાવવા માટે ત્રણ દિવસ પહેલા જ નોટિસ જારી કરી દીધી છે." તેમણે કહ્યું હતું કે જો ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે તો આપણા રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક એકતાને અપુરતી નુકસાન થશે. શાહ રાજધાની શહેરના તમામ 17 સિનેમાઘરોમાં હાલમાં પ્રદર્શિત થતી તમામ હિન્દી ફિલ્મોના સ્ક્રિનિંગને રોકવા માટે મક્કમ દેખાયા હતા.

સિનેમા હોલમાં હિન્દી ફિલ્મોનું પ્રદર્શન બંધ
KMCના પ્રવક્તા નવીન માનંધરે કહ્યું, "KMC દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો મુજબ, કાઠમંડુના તમામ સિનેમા હોલ સોમવારથી ભારતીય ફિલ્મો બતાવવાનું બંધ કરી દેશે.એમને કહ્યું કે "અમે પહેલેથી જ કાઠમંડુમાં સિનેમા ઘરના માલિકો સાથે સહકાર માટે વાત કરી ચુક્યા છીએ અને તેઓ સોમવારથી કાઠમંડુના સિનેમા હોલમાં હિન્દી ફિલ્મોનું પ્રદર્શન બંધ કરવા સ્વૈચ્છિક રીતે સંમત થયા છે" 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ