બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Cricket / Singer Arijit Singh Becomes Anushka Sharma's Personal Photographer During India-Pakistan Match, VIDEO Goes Viral

IND VS PAK / ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સિંગર અરિજીત સિંહ બન્યો અનુષ્કા શર્માનો પર્સનલ ફોટોગ્રાફર, VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 03:27 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે જે બાદ મેચ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, એવામાં  વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં અરિજિત અનુષ્કાના ફોટા ક્લિક કરતો જોવા મળે છે.

  • ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો
  • અનુષ્કા શર્મા અને અરિજીત સિંહનો એક વીડિયો વાયરલ થયો 
  • વીડિયોમાં અરિજિત અનુષ્કાના ફોટા ક્લિક કરતો જોવા મળે છે

ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. 14 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ સતત આઠમી વખત છે જ્યારે ભારતીય ટીમે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ બધા વચ્ચે હાલ અનુષ્કા શર્મા અને અરિજીત સિંહનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

અરિજિત અનુષ્કાના ફોટા ક્લિક કરતો જોવા મળ્યો 
ભારત પાકિસ્તાન વચ્ચેની આ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમાં અનુષ્કા શર્મા અને અરિજિત સિંહ જેવા સેલેબ્સ સામેલ હતા જેઓ સ્ટેન્ડમાં ઉભા રહીને ભારતીય ટીમને ચીયર કરી રહ્યા હતા. ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે અને મેચ સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે આ મેચનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અરિજિત અનુષ્કાના ફોટા ક્લિક કરતો જોવા મળે છે. આ બંને ગઈકાલે ક્રિકેટ મેચ જોવા ગયા હતા અને અરિજિતે ઓપનિંગ સેરેમનીમાં પણ પરફોર્મ કર્યું હતું.

અરિજિત સિંહ અને અનુષ્કા શર્માએ જોયો મેચ 
જેઓ સ્ટેડિયમમાંથી મેચ જોઈ શક્યા ન હતા, તેઓ તેમની સ્ક્રીન પર ચોંટેલા રહ્યા અને ઘરેથી તેમની મનપસંદ ટીમ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. જોકે, ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા સ્ટેન્ડમાં હાજર હતી. પ્રખ્યાત ભારતીય ગાયક અરિજીત સિંહે પણ સ્ટેડિયમમાંથી રોમાંચક મેચ નિહાળી હતી. 

શું છે વાયરલ વીડિયો...
સિંગર અરિજીત સિંહ અને એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો ગઈકાલની ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપ મેચનો છે.વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં ખુરશી પર બેઠી છે અને અરિજિત સિંહ દૂર ઉભા છે.અરિજિત અનુષ્કા સાથે હાવભાવ દ્વારા વાત કરે છે અને પછી તેના મોબાઈલથી તેના ફોટા ક્લિક કરે છે. અનુષ્કા પણ અરિજિત સિંહ માટે હસતા પોઝ આપે છે. 

અનુષ્કા શર્માનું વર્ક ફ્રન્ટ 
મોટા પડદા અનુષ્કાને જોયાને ઘણો સમય થઈ ગયો છે. છેલ્લે 2018માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. આ પછી તેણે 2020માં બુલબુલ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને કાલામાં નાનકડી ભૂમિકા ભજવી. હાલમાં તે તેની ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'ની રિલીઝની તૈયારી કરી રહી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવાની સંભાવના છે. આ ફિલ્મ અનુષ્કા શર્મા 5 વર્ષના બ્રેક બાદ પડદા પર કમબેક કરી રહી છે.
 
કેવી રહી ગઇકાલની મેચ 
જો ભારત અને પાકિસ્તાન મેચની વાત કરીએ તો ફરી એકવાર દેશનો દબદબો જોવા મળ્યો છે.પાકિસ્તાને 42.5 ઓવરમાં કુલ 191 રન બનાવ્યા હતા જ્યારે ભારતે 30.3 ઓવરમાં 192 રન બનાવીને મેચ 7 વિકેટે જીતી લીધી હતી.નોંધનીય છે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં અનુષ્કા અને અરિજીત સિંહ સિવાય દર્શન રાવલ, નેહા કક્કર, સુનિધિ ચૌહાણ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવન પણ સામેલ થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ